ETV Bharat / sports

WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો કઈ ટીમને ફાયદો અને કોને થયું નુકસાન? - WTC Points Table - WTC POINTS TABLE

ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશ અને શ્રીલંકા પર ભારતની શાનદાર જીત બાદ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. વાંચો વધુ આગળ… Updated WTC Points Table

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેસ્ટ ચેમ્પિયનશીપ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેસ્ટ ચેમ્પિયનશીપ ((IANS Photo))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 23, 2024, 7:11 PM IST

નવી દિલ્હી: ભારતે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે 280 રને શાનદાર જીત મેળવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 માટે ટોચના સ્થાન પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ સાથે જ શ્રીલંકાએ ગાલેમાં રમાયેલી પ્રથમ ઘરઆંગણાની ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવવાની પોતાની તકો મજબૂત કરી લીધી છે. બંને ટીમોએ મહત્વના પોઈન્ટ મેળવ્યા હતા, જે આગામી વર્ષે લોર્ડ્સમાં ડબલ્યુટીસી ફાઇનલમાં છેલ્લા બે સ્થાનો માટેની રેસમ માટે ફરીફાઈ વધી ગઈ છે.

ભારત ટોચ પર યથાવત છે:

સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને તેની ઓલરાઉન્ડ રમત માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ લીધી હતી. અશ્વિનના આ પ્રદર્શનથી ભારતે ચોથા દિવસે જ જીત મેળવી અને 12 મહત્વપૂર્ણ WTC પોઈન્ટ હાંસલ કર્યા. તે જ સમયે, બાંગ્લાદેશની હાર તેમને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને ધકેલી દે છે, જેની ટકાવારી 39.29% છે, જે શ્રીલંકા અને ઈંગ્લેન્ડથી પાછળ છે.

શ્રીલંકાએ લાંબી છલાંગ મારી:

તે દરમિયાન, શ્રીલંકાએ ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામેની જીતનો ફાયદો ઉઠાવ્યો અને WTC સ્ટેન્ડિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ. ધનંજય ડી સિલ્વાની ટીમની જીતની ટકાવારી હવે 50% સુધી પહોંચી ગઈ છે, જે તેમને ફાઇનલમાં સ્થાન માટે ટોચની ટીમોને પડકારવા માટે મજબૂત સ્થિતિમાં મૂકે છે.

આ રોમાંચક મેચમાં શ્રીલંકાએ બ્લેકકેપ્સ પર 63 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. શ્રીલંકાની આ જીતનો હીરો પ્રભાત જયસૂર્યા હતો, જેણે મેચમાં 9-204ના આંકડા હાંસલ કર્યા અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો.

શ્રીલંકા ફાઈનલમાં પહોંચી શકે છે.

69.23% ની સંભવિત મહત્તમ ટકાવારી સાથે, તેમને હવે દક્ષિણ આફ્રિકા સામે ક્લીન સ્વીપની જરૂર પડશે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પોતાનું સ્થાન બુક કરવા માટે 2-0થી શ્રેણી જીતવી પડશે.

વર્તમાન WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-5 ટીમઃ

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની ટોપ-5 ટીમો વિશે વાત કરીએ તો, ભારત પ્રથમ સ્થાને છે. વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાને છે. તે જ સમયે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું અપડેટેડ પોઈન્ટ ટેબલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું અપડેટેડ પોઈન્ટ ટેબલ ((ICC વેબસાઈટ))

આ પણ વાંચો:

  1. ચેમ્પિયન્સ ટ્રોફીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ICC તરફથી મોટું અપડેટ, ટીમ ઈન્ડિયા જઈ શકે છે પાકિસ્તાન… - Champions trophy 2025
  2. ICC મહિલા T20 વર્લ્ડ કપનું 'થીમ સોંગ' લોન્ચ, ગીતમાં જોવા મળી ભારતીય મહિલા ખેલાડીઓની ઝલક... - ICC Womens T20 World Cup 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.