ETV Bharat / sports

શુભમન ગિલ લાખે લૂંટાયો, ચેન્નાઇ સામેની મેચમાં ધીમી ઓવર ફેંકવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો - SHUBMAN GILL FINED - SHUBMAN GILL FINED

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બુધવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં ધીમી ઓવર ફેંકવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 27, 2024, 3:37 PM IST

હૈદરાબાદઃ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બુધવારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ હતી. આ મેચમાં ધીમી ઓવર ફેંકવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિઝનમાં મિનિમમ ઓવર સ્પીડ સંબંધિત આચાર સંહિતા હેઠળ તેમની ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી હાર: ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 63 રને હરાવીને આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. CSK દ્વારા આપવામાં આવેલા 207 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને માત્ર 143 રન જ બનાવી શકી અને 63 રનથી હારી ગઈ. ગુજરાત તરફથી સૌથી વધુ સ્કોરર સાઈ સુદર્શન હતો જેણે 37 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 3-3 વિકેટ લીધી હતી.

શિવમ દુબેની શાનદાર ઇનિંગ: ચેન્નાઈ સુપર કિંગ્સનો ડાબોડી બેટ્સમેન શિવમ દુબે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. દુબેએ 23 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. દુબેએ તેની 7મી અડધી સદી ફટકારી હતી. પ્રથમ વખત IPLમાં કપ્તાની કરી રહેલા ગિલના નેતૃત્વ હેઠળ, ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સ (MI) સામેની તેમની પ્રથમ મેચ 6 રનથી જીતી હતી.

  1. આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે - MI vs SRH IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.