નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024નો આજે 12મો દિવસ છે, જેમાં ગઇકાલે નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું, ત્યાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો. એવામાં વિનેશ ફોગાટને લઈને માઠા સમાચાર આવ્યા છે. એક બાજુ તેણે ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો હતો, અને આજે મળતી માહિતી મુજબ તેને ફાઇનલમાંથી ડિસક્વોલિફાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Indian Wrestler Vinesh Phogat disqualified from the Women’s Wrestling 50kg for being overweight.
— ANI (@ANI) August 7, 2024
It is with regret that the Indian contingent shares news of the disqualification of Vinesh Phogat from the Women’s Wrestling 50kg class. Despite the best efforts by the team through… pic.twitter.com/xYrhzA1A2U
ભારતની ચેમ્પિયન મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ જે આજે ફાઇનલ મેચ રમવાની હતી, પરંતુ મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ટીમ દ્વારા રાતોરાત શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તે ફાઈનલ મેચ રમી શકશે નહીં.
🚨 It is with regret that the Indian contingent shares news of the disqualification of Vinesh Phogat from the Women’s Wrestling 50kg class. Despite the best efforts by the team through the night, she weighed in a few grams over 50kg this morning. No further comments will be made…
— Team India (@WeAreTeamIndia) August 7, 2024
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ANI દ્વારા જાણવા મળ્યું છે કે, 'તે ખેદજનક છે કે ભારતીય ટુકડી વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ મહિલા કુસ્તી શ્રેણીમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરી રહી છે. ટીમ દ્વારા રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તેણી આગળની સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.'