નવી દિલ્હી : રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયાં બાદ કુસ્તીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ અંગે તેણે ગુરુવારે સવારે X પર એક ભાવનાત્મક પોસ્ટમાં પોતાનો નિર્ણય શેર કર્યો.
Vinesh Phogat announces retirement after Paris Olympics disqualification
— ANI Digital (@ani_digital) August 8, 2024
Read @ANI Story | https://t.co/YzYSUvmeqe#VineshPhogat #ParisOlympics2024 #wrestling pic.twitter.com/t2daOv62jD
"મા કુશ્તી (કુસ્તી) મારી સામે જીતી, હું હારી ગઈ. મને માફ કરજો, તમારું સ્વપ્ન અને મારી હિંમત તૂટી ગઈ છે. હવે મારામાં કોઈ તાકાત રહી નથી. ગુડબાય કુશ્તી 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ. 'ક્ષમા કરજો' ફોગાટે તેની પોસ્ટમાં કહ્યું.
माँ कुश्ती मेरे से जीत गई मैं हार गई माफ़ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज़्यादा ताक़त नहीं रही अब।
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 7, 2024
अलविदा कुश्ती 2001-2024 🙏
आप सबकी हमेशा ऋणी रहूँगी माफी 🙏🙏
ફોગાટે મંગળવારે રાત્રે સેમિફાઇનલમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ તરફ આગળ વધી હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે ફાઈનલ મેચમાં ભાગ લે તે પહેલા જ બહાર થઈ ગઈ હતી. તેને ગેરલાયક ઠેરવવાનું કારણ તેનું વજન નિર્ધારિત ધોરણ કરતા 100 ગ્રામ વધુ હોવાનું કહેવાય છે. આ કારણે તે મહિલા કુશ્તી 50 કિલો વર્ગમાંથી અયોગ્ય જાહેર થઈ ગઈ હતી. આ સમાચારે સમગ્ર દેશને મોટો આંચકો આપ્યો છે. દેશની ફાળે એક ગોલ્ડ કે સિલ્વર આવતું રહી ગયું આ પછી પીએમ મોદી સહિત ઘણા લોકોએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે અનેક પક્ષો અને ખેલાડીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી.