નવી દિલ્હી: અફઘાનિસ્તાન અને ગુજરાત ટાઇટન્સના ટોચના સ્પિનર રશિદ ખાને બુઘવારના રોજ જણાવ્યુ હતુ કે, T20 મેચમાં બેટ્સમેન પોતાની આક્રમકતામાં વધારો કરી રહ્યા છે. બોલરોએ પોતાના સેટ વિશે વિચારવાને બદલે પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની જરુર છે. રાશિદ ખાને ભારતના ઝડપી બોલર જસપ્રિત બુ્મરાહની પ્રશંસા કરતા કહ્યું કે, બેટ્સમેન માટે બુમરાહને રોકવો મુશ્કેલ છે.કારણ કે, તે ઘણો જ કુશળ છે.
રશીદ ગુજરાત ટાઇટન્સમાં: રશીદ IPL 2024માં ગુજરાત ટાઇટન્સનુ નેતૃત્વ કરી રહ્યો છે. જ્યા તેણે અત્યાર સુધીમાં 20.40ની એવરેજથી પોતાની ટીમ માટે 8 વિકેટ લીઘી છે.અને તેણે 120 રન બનાવ્યા છે. espmcricinfo ના ક્રિકેટ મંથલી સાથે વાત કરતા રશીદે જણાવ્યુ કે, બોલરો પોતાના કૌશલ્ય પર ઘ્યાન આપવાના બદલે પિચના આકાર અને બાઉન્ડ્રી વિશે વિચારે છે.અને પોતાની જાતને પ્રશ્ન કરે છે અને તેના પર કાર્ય કરે છે. એક બોલર તરીકે જો તમે પિચ અને બાઉન્ડ્રી વિશે વિચારશો તો સારા રન બનાવશો. કારણ કે. તમે બોલર તરીકે સ્વીકારી લીધું છે.કે તમે કંઇ નથી તો હું બોલિંગ કરીશ તો કોઇ એ બોલને ફટકારી શકશે નહી.અને જો ખરાબ બોલ ફેંકી રહ્યો છું તો મારે સારા બોલ નાખવાની પ્રેકટીસ નથી.તો હું ત્યા નિષ્ફળ જઇશ.
બોલરોએ પોતાની જાતને પૂછવું જોઇએ: શું આપણે સતત 3 યોર્કર બોલિંગ નાખવામાં સક્ષમ છીએ? આપણે યોગ્ય બાઉન્સર ફેંકવામાં આપણી કુશળતા છે? શું આપણે વાઇડ ઘીમી કે યોર્કર બોલિંગ કરવામાં આપણી કુશળતા કેટલી છે? યોર્કરને આપણે કેટલી વાર રિપીટ કરી શકીએ છીએ. અમે બોલીએ છીએ કે, આતો સપાટ અને નાના મેદાન છે.પરંતુ આ તમારે જોવાની જરુર છે.જો વિકેટ સપાટ હોય તો બોલ સ્વિંગ ન થાય, રિવર્સ ન થાય તો મારી પાસે ત્રીજો વિકલ્પ કયો છે.? જો હું હજી સારી લેન્થ બોલિંગ કરી રહ્યો છું અને તે તેના પર સિક્સર મારી રહ્યો છે, તો તે મારી સમસ્યા છે. આ કારણે જ રાશિદે બુમરાહની પ્રશંસા કરતા કહ્યું કે, બુમરાહ ફાસ્ટ બોલર છે અને જાણે છે કે, તે શું કરી રહ્યો છે અને તેને તેની કુશળતા પર નિયંત્રણ છે અને તે સારી બોલિંગ કરે છે.
બુમરાહને કોઇ રોકી શકે નહી: જસપ્રિત બુમરાહ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અને તેને ખબર છે કે, તે સરસ બોલિંગ કરી રહ્યો છે.તેથી તેને રોકવો ઘણો જ મુશ્કેલ છે,કારણ કે તેને પોતાની આવડતમાં તે ઘણો નિપુણ છે અને તેની કુશળતા શુ છે? પણ જ્યારે તે ઇચ્છે ત્યારે કોઈપણ વિકેટ પર સારી યોર્કર બોલિંગ કરે છે. હાલમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે 12 મેચોમાં, બુમરાહે 5/21ના શ્રેષ્ઠ આંકડા સાથે 16.50ની સરેરાશથી 18 વિકેટ લીધી છે. તે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. રાશિદની ટીમ જીટી ચાર જીત, સાત હાર અને કુલ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં તળિયે છે. જીટી 10 મેના રોજ અમદાવાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે.