ETV Bharat / sports

આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો, મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે - RR vs GT - RR VS GT

રાજસ્થાનના જયપુરમાં આજે જોરદાર ટક્કર થવાની છે. IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો અત્યાર સુધીની અજેય ટીમ રાજસ્થાન રોયલ્સ સામે થવા જઈ રહ્યો છે. મેચ પહેલા જાણી લો આ ખાસ વાતો...

Etv Bharat RR vs GT
Etv Bharat RR vs GT
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 12:21 PM IST

નવી દિલ્હી: IPL 2024ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સંજુ સેમસન રાજસ્થાનની ટીમની કમાન સંભાળશે, જ્યારે શુભમન ગિલ ગુજરાતની કમાન સંભાળશે.

IPL 2024માં બન્ને ટીમોનું પ્રદર્શન: રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. આ સાથે RR પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. ગુજરાતે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેણે 2 મેચ જીતી છે અને બાકીની 3 મેચ હારી છે.

બંને ટીમોનું સામ સામે પ્રદર્શન: IPLમાં અત્યાર સુધી RR અને GT ટીમો માત્ર 5 વખત ટકરાયા છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સે 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનની ટીમ માત્ર એક જ વખત ગુજરાતની ટીમને હરાવવામાં સફળ રહી છે. રાજસ્થાન સામે જીટીનો સર્વોચ્ચ સ્કોર 192 છે, જ્યારે ગુજરાત સામે રાજસ્થાનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 188 રન છે. આવી સ્થિતિમાં રાજસ્થાન પર ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે.

પીચ રિપોર્ટ: સવાઈ માન સિંહ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. આ પીચ પર ઝડપી બોલરો નવા બોલથી વિકેટ પણ લે છે. તેથી સ્પિનરોને પણ મદદરુપ થાય છે. આ પીચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરવી ફાયદાકારક સાબિત થાય છે.

બંને ટીમના મહત્વના ખેલાડીઓ: જોસ બટલર, સંજુ સેમસન અને રેયાન પરાગ રાજસ્થાન માટે મહત્વપૂર્ણ બેટ્સમેન સાબિત થઈ શકે છે. તો ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ બોલ સાથે પોતાની છાપ છોડી શકે છે. ગુજરાતને શુભમન ગિલ, સાઈ સુદર્શન અને રાહુલ તેવટિયા પાસેથી રન બનાવવાની આશા રહેશે, જ્યારે નૂર અહેમદ, રાશિદ ખાન અને મોહિત શર્મા બોલિંગની જવાબદારી સંભાળશે.

રાજસ્થાન અને ગુજરાતના સંભવિત પ્લેઈંગ-11

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રાયન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, નંદ્રે બર્ગર.

ગુજરાત ટાઈટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, સાઈ સુદર્શન, વિજય શંકર, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, રાશિદ ખાન, મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ.

  1. યશ દયાલે કહી આપવીતી, રિંકુ સિંહે 5 સિક્સર ફટકાર્યા પછી ડિપ્રેશનથી તેની માતાને ભોજન છોડી દીધું હતું - Yash Dayal

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.