નવી દિલ્હીઃ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌર એન્ડ કંપનીને હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે ટીમ ઈન્ડિયા દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના હાથે 58 રનથી હાર્યું હતું. આ સાથે ભારતીય મહિલા ટીમે T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત હાર સાથે કરી છે. હવે ટીમ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે રમતા જોવા મળશે.
કેપ્ટન સોવી ડિવાઈને અડધી સદી ફટકારી:
આ મેચમાં કિવી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, બંને ઓપનર સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે શાનદાર શરૂઆત કરી હતી. બેટ્સે 27 રન અને પ્લિમરે 34 રન બનાવ્યા હતા પરંતુ ન્યુઝીલેન્ડ માટે સૌથી સફળ સુકાની સોવી ડિવાઈન રહ્યા હતા, તેના 36 બોલમાં 57 રનની અણનમ ઇનિંગથી કિવી ટીમ ચાર વિકેટે 160 રન બનાવવામાં સફળ રહી હતી. આ ઈનિંગ દરમિયાન ડિવાઈને 7 ફોર ફટકારી હતી.
New Zealand win Match 4⃣ of the #T20WorldCup.#TeamIndia will aim to bounce back in the next game.
— BCCI Women (@BCCIWomen) October 4, 2024
Scorecard ▶️ https://t.co/XXH8OT5MsK#INDvNZ | #WomenInBlue pic.twitter.com/DmzOpOq87g
હરમનપ્રીત અને મંધાના કી ખાસ કરી શક્યા નહી:
ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 161 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ક્રિકેટ ટીમ લપસી પડી હતી. ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે ન્યુઝીલેન્ડના બોલરો સામે વિકેટ ગુમાવતા રહે છે. આ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાએ પણ વધુ રન બનાવ્યા હેટ નહિ. સ્મૃતિ માત્ર 12 અને હરમનપ્રીત માત્ર 15 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ 10 ઓવરમાં 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચ 58 રનથી હારી ગયું હતું.
આ પણ વાંચો: