કાનપુર (ઉત્તર પ્રદેશ): અહીંના ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વરસાદથી પ્રભાવિત આ મેચના ચોથા દિવસે ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશ સામેની આ મેચમાં તેણે 35 રન પૂરા કરતાની સાથે જ વિરાટે તેના આદર્શ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
27000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બીજા ભારતીય:
વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટમાં પ્રથમ દાવમાં 42 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન 35મો રન લેતાની સાથે જ વિરાટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કર્યા. સચિન તેંડુલકર પછી આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય બન્યો છે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે.
Another day at office, another milestone breached!@imVkohli now has 27000 runs in international cricket 👏👏
— BCCI (@BCCI) September 30, 2024
He is the fourth player and second Indian to achieve this feat!#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/ijXWfi5v7O
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન:-
- સચિન તેંડુલકર - 34357 રન
- કુમાર સંગાકારા - 28016 રન
- રિકી પોન્ટિંગ - 27483 રન
- વિરાટ કોહલી - 27000* રન
વિરાટે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો:
વિરાટે તેની 594મી ઇનિંગ્સમાં 27,000 રન પૂરા કર્યા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો. સચિન તેંડુલકરે 623 ઇનિંગ્સ રમીને આ સ્થાન હાંસલ કર્યું હતું.
FASTEST TO COMPLETE 27,000 RUNS IN INTERNATIONAL CRICKET:
— Johns. (@CricCrazyJohns) September 30, 2024
Virat Kohli - 594* innings.
Sachin Tendulkar - 623 innings. pic.twitter.com/3ryIG1cAsz
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન પૂરા કરનાર ખેલાડીઃ-
- વિરાટ કોહલી - 594* ઇનિંગ્સ
- સચિન તેંડુલકર - 623 ઇનિંગ્સ
બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં વિરાટ આજે અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. શાકિબ અલ હસન સામે મોટો શોટ રમતા વિરાટે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 35 બોલમાં 47 રનની ઇનિંગ રમી અને માત્ર 3 રનથી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો. આ દરમિયાન વિરાટે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
આ પણ વાંચો: