કાનપુર (ઉત્તર પ્રદેશ): કાનપુર ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચના પ્રથમ દિવસની રમત વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે રદ કરવામાં આવી છે. આ પહેલા મેચ શરૂ થયાના દોઢ કલાક બાદ વરસાદ આવ્યો હતો અને રમત અટકાવી દેવામાં આવી હતી. આ પછી રમત રમી શકાઈ ન હતી અને દિવસની રમત રદ કરવી પડી હતી.
મેચની સ્થિતિ કેવી હતી:
આ મેચમાં ટોસ એક કલાક મોડો થયો, જ્યાં ભારતે પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી. વરસાદ આવ્યો ત્યાં સુધીમાં બાંગ્લાદેશે 35 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા હતા. ભારત તરફથી આકાશ દીપે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી શાદમાન ઈસ્લામ 24 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો 31 રનના અંગત સ્કોર પર અશ્વિનનો શિકાર બન્યો હતો. હાલમાં બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હક 40 અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને અણનમ છે.
UPDATE 🚨
— BCCI (@BCCI) September 27, 2024
Due to incessant rains, play on Day 1 has been called off in Kanpur.
Scorecard - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HSctfZChvp
કાનપુરમાં મેચના પ્રથમ 4 દિવસ માટે હવામાનની આગાહી ઘણી નિરાશાજનક છે. Accuweather ના અહેવાલ મુજબ, 27 સપ્ટેમ્બરના રોજ પ્રથમ દિવસે વરસાદની 93% સંભાવના છે, જ્યારે દિવસભર વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. બીજા દિવસે પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો નહીં થાય, વરસાદની 80% શક્યતા છે. જેમ જેમ ટેસ્ટ આગળ વધશે તેમ વરસાદની શક્યતા રહેશે. ત્રીજા દિવસે 65% અને ચોથા દિવસે 59% વરસાદની સંભાવના છે, જે છેલ્લા દિવસે ઘટીને માત્ર 5% થશે.
Lunch on the opening day of the Kanpur Test 🍱
— BCCI (@BCCI) September 27, 2024
Bangladesh move to 74/2 after 26 overs.
Stay tuned for the afternoon session ⏳
Scorecard - https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Jocxs8Ld9p
આ પણ વાંચો: