નવી દિલ્હી: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમના સેમિફાઈનલમાં પહોંચવાના દરવાજા પણ બંધ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડે 4 મેચમાં 3 જીત સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ આ નાનકડા ટાર્ગેટને પણ હાંસલ કરી શકી ન હતી અને આખી ટીમ 11.4 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મુનીબા અલીએ 15 રન અને સુકાની ફાતિમાએ 21 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો.
New Zealand seal semi-final spot with a thumping win over Pakistan 🇳🇿👌#WhateverItTakes #PAKvNZ
— ICC (@ICC) October 14, 2024
📝: https://t.co/TCPW5fDBHI pic.twitter.com/3GDf4lnrk1
ન્યુઝીલેન્ડની બોલિંગ શાનદાર રહી હતી અને તેના તમામ બોલરોએ વિકેટ લીધી હતી. પરંતુ અમીલા કેર સૌથી વધુ ત્રણ વિકેટ લેવામાં સફળ રહી હતી. ન્યૂઝીલેન્ડની બેટિંગ ફ્લોપ રહી, જેના કારણે તેમની ટીમ માત્ર 110 રન જ બનાવી શકી, પરંતુ તેમના બોલરોએ નાના ટાર્ગેટનો બચાવ કર્યો અને ટીમને સેમિફાઈનલમાં લઈ ગઈ. આ સાથે જ ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ વખતે ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં માત્ર 2 મેચ જીતી શકી હતી.
આ પણ વાંચો: