અમદાવાદ: આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 17મી મેચમાં યજમાન ગુજરાત ટાઇટન્સની ટક્કર પંજાબ કિંગ્સ સામે થશે. આજે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માએ મિડીયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માએ વિજય થવાનો આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દરેક મેચ અલગ હોય છે: 2023થી હું સતત શીખું છું. 2023ની ફાઇનલમાં મારી ઓવરમાં છેલ્લા બે બોલ માં પરિણામ બદલાયું હતું. પણ હું હવે સતત શીખું છું. 20 ઓવરની મેચમાં પ્રેશર તો હોય જ છે. હું પ્રેસરને હવે જીતવાની ઝંખનાની ઓછું કરું છું. પ્રેશરને મારી પર હાવી થવા દેતો નથી.
ગિલ શ્રેષ્ઠ બેટ્સમેન છે: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુબનમ ગિલની પ્રસંશા કરતા કહ્યું કે, હાલ ખૂબ સારું રમી રહ્યા છે. અલબત ગિલ મોટી ઈનિંગ થકી મોટો સ્કોર નોંધાવી શક્યા નથી. બોલિંગ કોચ આશિષ નહેરા સપોર્ટ કરે છે, જેનાથી વિશ્વાસ વધે છે.
હું પ્રેક્ટિ માં વિશ્વાસ ધરાવું છું: એક બોલર તરીકે કહું તો દરેક મેચ અને દરેક પરિસ્થિતિ અલગ હોય છે. એ માટે સતત નેટમાં પ્રેક્ટિસ કરું છું. મને હાલ જૂના બોલ થી બોલિંગ કરવાની તક મળે છે, પણ નવા બોલથી બોલિંગ કરવાનું દરેક ફાસ્ટ બોલર ઇચ્છે છે.
કરિયરમાં ઉતર ચડાવ આવે છે: હાલ ટીમમાં કોઈ ઇજાગ્રસ્ત નથી એ સારી સ્થિતિ છે.હું એક બોલર તરીકે પ્લાન બદલવા માંગતો નથી. હું બોલર તરીકે નેટમાં જે વ્યૂહ ઘડ્યો અને તૈયારી કરી તેને જ મેચમાં અમલ કરું છું. કરિયારમાં ઉતર ચડાવ આવે ત્યારે અને રમતથી દૂર હોવા છતાં હા નેટ પ્રેક્ટિસ થકી પરિણામ લાવવામાં માનુ છું.
મને સ્લો બોલ નાખવા ગમે છે: મે અમદાવાદની પીચ નથી જોઈ. કાલની મેચ નરેંદ્ર મોદી સ્ટેડિયમ જેવા ખૂબસૂરત સ્ટેડિયમમાં રમાશે, જે અમારું હોમ ગ્રાઉન્ડ છે. મને સ્લો બોલ નાખવા ગમે છે. પણ એ પીચ અને સ્થિતિ આધારિત છે. સ્લો બોલ માં કટર સાથે વરિયેશન કરવા ગમે છે.