ભાવનગર: શહેરમાં આવેલા સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા પ્રથમ વખત અંડર 19 વુમેન્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની અલગ અલગ ટીમો ત્રણ દિવસ માટે ટુર્નામેન્ટમાં પોતાનું પરફોર્મન્સ બતાવી રહી છે. ત્રણ દિવસની આ ટુર્નામેન્ટમાં મહિલા ખેલાડીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહયું છે.
ભાવનગરમાં પ્રથમ વખત વુમેન્સ ક્રિકેટ મેચો:
ભાવનગર ભરુચા કલ્બના સભ્ય પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન તરફથી આજે ભાવનગરના આંગણે ક્રિકેટ ગર્લ્સ ક્રિકેટ ટુર્નામનેટ રમાય છે. ખૂબ ગર્વની વાત કહેવાય કે પ્રથમ વખત આ પ્રકારની ટુર્નામેન્ટ રમાઈ રહી છે. પોરબંદર, રાજકોટ, જામનગર, ભાવનગર આ બધી મહિલા ટીમોએ ભાગ લીધો છે. અમને લાગે છે કે આ યુવતીઓ પુરુષોને પણ પાછળ છોડી દે એવું અદભૂત ક્રિકેટ રમે છે. આપણને આંનદ થાય છે કે, બહારની દીકરીઓ આવીને ક્રિકેટ રમે છે. માટે મને એવું લાગે છે નેશનલ મહિલા ટીમમાં પણ આપણી સૌરાષ્ટ્રની મહિલા ખેલાડીઓ એક દિવસ જરૂર સ્થાન મેળવશે.'
'સખત મહેનત કરે છે મહિલા ખેલાડીઓ':
ભાવનગર અંડર-19ની ટીમની કેપ્ટન વિશ્વા સચાણીયાએ જણાવ્યું હતું કે, 'અમારા જેવી છોકરીઓ માટે ખૂબ સારી તક છે કે અમારા હોમ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. જેથી દરેક ખેલાડીઓના પરફોર્મન્સ પર બધાનું ધ્યાન જશે અને અમને વધુ તકો મળશે.'
પોરબંદર ટીમની ખેલાડી પરીએ જણાવ્યું હતું કે, 'આવનારા 5 વર્ષમાં જે રીતે વુમેન્સ ક્રિકેટને પ્રાધાન્ય મળ્યું છે તેને લીધે અમને ઘણો ચાન્સ મળે છે તેથી વુમેન્સ પણ ક્રિકેટમાં આગળ આવી રહી છે. આજ ઘણો અનુભવ અમને મળ્યો છે, ખેલાડીઓ અને ટીમને જાણવાની તક મળી છે. થોડી ગભરાહટ થાય છે પણ અમે અમારું 100 ટકા આપીએ છીએ.
આંતરરાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ કરવાનો લક્ષ્ય:
ભાવનગર ખાતે પ્રથમ વખત અંડર-19 વુમેન્સ ક્રિકેટ લીગનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા ભાવનગરમાં કરવામાં આવ્યું છે. યુવતીઓના આ પર્ફોર્મન્સથી ખુશ થઈને દરેક કોચ હજી વધુ સારી ટ્રેનિંગ આપી યુવતીઓને આંતરરાષ્ટ્રીય વુમેન્સ ટીમમાં સ્થાન મળે તેવો લક્ષ્ય રાખી રહ્યા છે.
આ પણ વાંચો: