જમૈકા: ફૂટબોલની દુનિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જમૈકાના કિંગસ્ટન, રોકફોર્ટ, પ્લેઝન્ટ હાઇટ્સમાં ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબારની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવી દીધો છે.
જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ચાહકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મેદાનમાં એકબીજા સાથે લડતા હોય છે. પરંતુ પ્લેઝન્ટ હાઇટ્સ, રોકફોર્ટ, કિંગ્સ્ટનમાં ફૂટબોલ રમત દરમિયાન અનેક ગોળી કરવામાં આવ્યો. આ દરમિયાન 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
Five men were shot and killed and several others sustained injuries during an incident at a football match in Pleasant Heights, Rockfort, Kingston earlier this evening, as reported by law enforcement authorities.
— Jamaica Live (@JamaicaLivenews) October 22, 2024
Unconfirmed reports suggested that two of the men are alleged dons… pic.twitter.com/1P5tbYWDcO
લાઇવ મેચમાં 5 લોકોની ગોળી મારી હત્યા:
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અને જમૈકાના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવાર, 21 ઓક્ટોબરના રોજ કિંગસ્ટનના રોકફોર્ટના પ્લેઝન્ટ હાઇટ્સમાં સોકરની રમત દરમિયાન થયેલા હુમલામાં પાંચ લોકોને ગોળી વાગી હતી. કિંગ્સ્ટન ઈસ્ટ પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ટોમી ચેમ્બર્સે જણાવ્યું કે ગોળીબાર રાત્રે 8 વાગ્યે થયો હતો. કોન્સ્ટેબલરી કોમ્યુનિકેશન યુનિટ, જમૈકા કોન્સ્ટેબલરી ફોર્સની માહિતી શાખાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, પોલીસે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી આપી નથી.
પ્લેઝન્ટ હાઇટ્સ અગાઉ વારેકા હિલ્સ તરીકે ઓળખાતી હતી. આ વિસ્તાર હિંસક ભૂતકાળ ધરાવે છે, ખાસ કરીને ઘાતક ગેંગ અને તેમના ઝઘડાઓ સાથે. કિંગસ્ટન ઈસ્ટર્ન ડિવિઝનના સુપરિન્ટેન્ડેન્ટ ટોમી ચેમ્બર્સે જણાવ્યું હતું કે, 'સાત લોકોને ગોળી વાગી હતી અને પાંચના મોત થયા હતા'. આ સિવાય પોલીસે ઘટના બાદ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવી દીધો છે.
પોલીસને ગેંગ વોરની શંકા:
સુપરિન્ટેન્ડેન્ટ ચેમ્બર્સે કહ્યું કે, "તાજેતરની ઘટના ગેંગ વોર સાથે સંબંધિત છે કે કેમ તે નક્કી કરવું ખૂબ જ અધરું છે. પરંતુ તેમણે કહ્યું કે આ વિસ્તારમાં અપરાધ અને હિંસા ઘટાડવા માટે પ્રગતિ થઈ રહી છે. "રોકફોર્ટ સમુદાયમાં બે વર્ષથી શાંતિ છે," તમને જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર ક્રિસ ગેલનો જન્મ પણ જમૈકાના કિંગસ્ટનમાં થયો હતો. ક્રિકેટની દુનિયામાં જમૈકા ક્રિસ ગેલના કારણે જ વધુ જાણીતું થયું.
આ પણ વાંચો: