નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ તેઓ સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લેનાર પ્રથમ વ્યક્તિ હશે. જો કે આ વખતે ભાજપ તેના સાથી પક્ષો પર નિર્ભર છે. જેડીયુ અને ટીડીપી તેમાં અગ્રણી છે. બંને પક્ષોએ એનડીએની બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ સંપૂર્ણપણે ભાજપની સાથે રહેશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર અમારું અધૂરું કામ પૂર્ણ કરવામાં અમારી મદદ કરે, અમે સંપૂર્ણ રીતે તેમની સાથે છીએ. ટીડીપીના વડા ચંદ્ર બાબુ નાયડુએ પણ કહ્યું કે તેમને નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિઝનમાં પૂરો વિશ્વાસ છે.
નરેન્દ્ર મોદી શુક્રવારે NDAના નેતા તરીકે ચૂંટાયા હતા. તેઓ રવિવારે સાંજે 7.15 કલાકે વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અનેક મંત્રીઓ પણ શપથ લેશે. વાસ્તવમાં, મોદીએ એનડીએની બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે કેબિનેટના નામોને લઈને કોઈ અટકળો ન કરવી જોઈએ અને જો કોઈને ફોન આવે તો તેણે વારંવાર ચકાસણી કરવી જોઈએ. તેમ છતાં, કેટલાક નેતાઓના નામ મીડિયામાં આવ્યા છે, જેઓ તેમની સાથે શપથ લઈ શકે છે.
જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં રાજનાથ સિંહ, શિવરાજ ચૌહાણ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી, જીતન રામ માંઝી, લલન સિંહ મુખ્ય છે.
અન્ય નામોમાં
- એસ જયશંકર
- જીતેન્દ્ર સિંહ
- પિયુષ ગોયલ
- હરદીપ સિંહ પુરી
- અર્જુન રામ મેઘવાલ
- નિત્યાનંદ રાય
- અન્નામલાઈ
- કુમાર સ્વામી
- ધર્મેન્દ્ર પ્રધાન
- સર્બાનંદ સોનોવાલ
- રક્ષા ખડસે
- કિરેન રિજિજુ
- જી કિશન રેડ્ડી
- હર્ષ મલ્હોત્રા
- અનુપ્રિયા પટેલ
- મનોહર લાલ ખટ્ટર
- અશ્વિની વૈષ્ણવ
- શાંતનુ ઠાકુર
- રાવ ઈન્દ્રજીત સિંહ
- રવનીત સિંહ બિટ્ટુ
- મોહન નાયડુ
- કીર્તિવર્ધન સિંહ
- બીએલ વર્મા
- ગજેન્દ્ર શેખાવત
- ભાગીરથી ચૌધરી
- સીઆર પાટીલનું નામ પણ ચર્ચામાં