આજે સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા, PM મોદીના નેતૃત્વવાળી NDA સરકાર સામે રાહુલ ગાંધી માંડશે મોરચો - lok sabha live
Published : Jul 1, 2024, 7:23 AM IST
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સોમવાર, 1 જુલાઈએ NDA સરકાર સામે મોરચો માંડશે, જ્યારે ગૃહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી કે, જેઓ NEET-UG અને અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં કથિત કૌભાંડો પર સદનમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે, તેઓ PM મોદીના નેતૃત્વવાળી NDA સરકારની નીતિઓ પર આક્રમક ચર્ચા કરી શકે છે. જો કે રાહુલ ગાંધીએ ગત લોકસભામાં સાંસદ તરીકે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને શક્તિશાળી ભાષણો આપ્યા , પરંતુ આજે 1 જુલાઈના રોજ જે ભાષણ આપવામાં આવશે તે વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ સંપૂર્ણ ભાષણ હશે. 2004માં ગૃહમાં પ્રવેશ્યા બાદ તેઓ પ્રથમ વખત વિપક્ષના નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આજે સોમવારના રોજ રાહુલનું ભાષણ આક્રમક વિપક્ષ માટે સૂર સેટ કરશે, જે નવા ગૃહમાં એનડીએનો સામનો કરવા આતુર છે.