જુનાગઢમાં પીએમ મોદીનું સંબોધન (ANI) જુનાગઢ: આણંદ અને સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચ્યા. જુનાગઢ લોકસભા મતક્ષેત્ર સંબંધી ચૂંટણી સભામાં પીએમો મોદી સંબોધી હતી. આ ચૂંટણી સભાનું આયોજન એગ્રિકલ્ચર યુનિવર્સીટીના રમતગમત સંકુલમાં કરવામાં આવ્યું હતુ, જેમાં ધોમધખતા તાપ અને ગરમી વચ્ચે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢમાં જનસભા સંબોધી (Etv bharat gujarat) ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં પીએમ મોદીનો આજે પ્રચારનો બીજો દિવસ છે. આજે સવારે આણંદ અને સુરેન્દ્રનગરમાં જાહેરસભાઓને સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચ્યા હતા. આ ચૂંટણી સભાનું આયોજન એગ્રિકલ્ચર યુનિવર્સીટીના રમતગમત સંકુલમાં કરવામાં આવ્યું છે. જેમાં ધોમધખતા તાપ અને ગરમી વચ્ચે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પીએમ મોદીએ જય ગીરનારીથી સભામાં સંબોધનની શરૂઆત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢમાં જનસભા સંબોધી (Etv bharat gujarat) સભામાં સંબોધન કરતા વડાપ્રઘાન મોદીએ આગામી ત્રીજી ટર્મ માટે પોતાની મહત્વકાંક્ષી યોજનાઓ અને કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ આગામી સમયમાં ત્રણ કરોડ દિકરીઓને લખપતિ દીદી બનાવવાની યોજના પર વાત કરી હતી આ ઉપરાંત આગામી સમયમાં વીજળી અને પટ્રોલના બિલ ઝીરો કરવાનું જણાવતા ઈલેક્ટ્રીક વાહનોનો વ્યાપ વધારવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું તેઓની સરકાર આવશે દર વર્ષે 1 નવા વડાપ્રધાન બનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢમાં જનસભા સંબોધી (Etv bharat gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જુનાગઢ ખાતે જુનાગઢ પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી સભાનું આયોજન થયું હતું જેમાં ભાજપના પ્રત્યેક કાર્યકરને સાત દિવસના 24 કલાક અને 2047 સુધી સતત સંઘર્ષ કરવાનું નવું સૂત્ર આપીને કોંગ્રેસ અને વિપક્ષને આડેહાથ લીધા હતા કોંગ્રેસ દલિત આદિવાસી ઓબીસી અને અન્ય પછાત વર્ગનું અનામત રદ કરીને મુસ્લિમોને આપવા જઈ રહી છે તેવા આક્ષેપ સાથે સમગ્ર વિપક્ષની સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢમાં જનસભા સંબોધી (Etv bharat gujarat) સાત દિવસ અને 24 કલાક સતત 2047 સુધી પરિશ્રમનું નવુ સુત્ર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જુનાગઢ ખાતે જુનાગઢ પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકની સંયુક્ત ચૂંટણી સભામાં જુનાગઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીના કાર્યકરોને સંબોધતા નરેન્દ્ર મોદીએ જુનાગઢ ખાતે નવું સૂત્ર આપ્યું હતું અઠવાડિયાના 24 કલાક અને 2024 સુધી સતત પરિશ્રમ કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના યજ્ઞમાં પ્રત્યેક કાર્યકર જોડાય તેવું આહવાન કર્યુ હતુ જુનાગઢ ખાતે ચૂંટણી સભામાં ઉપસ્થિત રહેલા નરેન્દ્ર મોદીએ જય ગિરનારી બોલીને ગુજરાતી અને હિન્દીમાં પોતાનું 40 મિનિટનું ભાષણ પૂરું કર્યું હતું જેમાં તેમણે કોંગ્રેસની સાથે સમગ્ર વિપક્ષને આડે હાથ લીધી હતી. કોંગ્રેસ દલિત આદિવાસી અને અન્ય પછાત વર્ગનું અનામત ખતમ કરીને મુસ્લિમોને અનામત આપવા જઈ રહી છે તેઓ આક્ષેપ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી હતીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢમાં જનસભા સંબોધી (Etv bharat gujarat) વિપક્ષના પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાન ની યોજના: કોંગ્રેસની સાથે સમગ્ર વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષ સાથે મળીને સરકાર બનાવવાની પેરવી કરી રહ્યું છે જે અંતર્ગત તેઓ પાંચ વર્ષમાં પાંચ અલગ અલગ પ્રધાનમંત્રી આપવાની યોજના બનાવી રહ્યું છે વધુમાં રાહુલ ગાંધીના નામ લીધા વગર તેમજ સમગ્ર ગાંધી પરિવારને શહેજાદા અને શાહી પરિવાર સાથે સરખાવીને દેશને તેમના શાસનકાળ દરમિયાન ખૂબ મોટું નુકસાન થયું છે તેવો આક્ષેપ પણ વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આરોપ લગાવ્યો હતોકલમ 370 અને ત્રણ તલાકનો ઉલ્લેખ: મોદીએ તેની ચૂંટણી સભામાં કાશ્મીર માંથી રદ થયેલી 370 કલમ અને ત્રણ તલાક નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસના શાસનમાં ભારત અને કાશ્મીર માં બે અલગ અલગ બંધારણ અમલમાં હતા. 370 ની કલમ દૂર કરીને સરદાર વલ્લભભાઈ પટેલને તેઓએ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે વધુમાં કોંગ્રેસ સી.એ.એ નો વિરોધ કરી રહી છે ત્યારે ચૂંટણી સભા મંચ પરથી કોંગ્રેસને પડકારતા નરેન્દ્ર મોદીએ તેમના દ્વારા પૂછવામાં આવેલા ત્રણ સવાલોના જવાબ કોંગ્રેસ જાહેર મંચ પરથી લેખિતમાં દેશની જનતાને આપે તે પ્રકારનો પડકાર પણ તેમણે ફેંક્યો હતોભૂતકાળમાં લોકોને સાવચેત રહેવા અપાતી અપીલ ભૂતકાળ બની: નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ની સરકારના સમયમાં જાહેર સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન એરપોર્ટ અને અન્ય જગ્યા પર સતત સાવચેતી દાખવવાની અપીલ કરવામાં આવતી હતી કે તમારી આજુબાજુમાં કોઈ અજાણી વસ્તુ રમકડા સૂટકેસ બાઈક કે અન્ય શંકાસ્પદ વસ્તુ હોય તો તેનાથી દૂર રહીને પોલીસને જાણ કરો તેમાં વિસ્ફોટક સામગ્રી હોઈ શકે છે 2014 બાદ આ પ્રકારની સરકારી જાહેરાત બિલકુલ સંભળાતી બંધ થઈ ગઈ છે2047 સુધીમાં વિકસિત ભારત: જૂનાગઢના ચૂંટણી સભા મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની ચૂક્યું હશે અને સમગ્ર વિશ્વની મહાસત્તાનું કેન્દ્ર પણ બનવા તરફ ભારત આગળ વધતું જોવા મળશે એક સમયે ભારતને કોઈ પૂછનાર ન હતુ આજે ભારત ની હાજરી વગર કોઈ પણ કામ વિશ્વના દેશોમાં થતું નથી આ અમારી 10 વર્ષની ઉપલબ્ધ છે વધુમાં પર્યટનને લઈને પણ નરેન્દ્ર મોદીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો મેં જણાવ્યું હતું કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન ભારતના સમુદ્ર તટ ઉપર પર્યટન ગતિવિધિ ખૂબ જ તેજ બને તે માટે નવા પર્યટન ટાપુઓની શોધ સેટેલાઈટ સર્વે દ્વારા કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં અમારી સરકાર કામ કરશે અને વિશ્વના પર્યટકો ભારતમાં પર્યટન માટે આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતોકોઈ પણ પ્રકારના સન્માન કે હારતોરા વગર સભા પૂરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢની સભામાં સૌથી ધ્યાન આકર્ષિત કરે તેવી બાબત એ હતી કે આજે સભામંચ પર કોઈ પણ વ્યક્તિનું ફુલહાર કે અન્ય ચીજોથી સ્વાગત કરવામાં આવ્યું ન હતું વડાપ્રધાન મોદી જેવા મંચ પર આવ્યા ત્યારે પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવીયાનું ભાષણ ચાલુ હતું આ દરમિયાન નરેન્દ્ર મોદીએ મંચ પર ઉપસ્થિત તમામ ઉમેદવાર અને ભાજપના પદાધિકારીઓ સાથે હસ્તધૂન કરીને સીધું ચૂંટણી ભાષણ શરૂ કર્યું હતું આ પ્રકારની વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી સભામાં પ્રથમ વખત જોવા મળી હતી.- આણંદમાં વડાપ્રધાન મોદીનો ઝંઝાવતી પ્રચાર, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર - Lok Sabha Election 2024
- ઈલેકટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે: અમદાવાદમાં બોલ્યાં અશોક ગેહલોત - Loksabha Electioin 2024