ETV Bharat / politics

આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં, જાણો કાર્યક્રમોની રૂપરેખા - Defense Minister Rajnath Singh - DEFENSE MINISTER RAJNATH SINGH

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ખંભાત અને ભાવનગરના શિહોરમાં કેટલાંક પૂર્વ આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપશે. Rajnath Singh in Gujarat

Rajnath Singh
Rajnath Singh
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 6:01 AM IST

અમદાવાદ: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના એક દિવયસીય પ્રવાસે આવી રહ્યા છે. આજે તેઓ આણંદ અને ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે.

સૌપ્રથમ રાજનાથ સિંહ સવારે 11.30 કલાકે અમદાવાદના એસજી હાઈવે સ્થિત પ્રદેશ મીડિયા સેન્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે જેમાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરશે, ત્યાર બાદ 2 કલાકે તેઓ અમદાવાદના વસ્ત્રાલ સ્થિત શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં ભાજપ અન્ય ભાષા ભારતી સેલ દ્વારા આયોજીત એક સામાજીક સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ ઉપરાંત રાજનાથ બપોરે 4.30 કલાકે ખંભાત તાલુકા ખડોધી ગામ પહોંચશે જ્યાં તેઓ આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે અને જાહેરસભા દ્વારા લોકો પાસે ભાજપના સમર્થનમાં મત માંગશે.

ત્યાર બાદ રાજનાથ સિંહ ભાવનગરના શિહોરમાં પણ એક જનસભા સંબોધવના છે. સાંજે 7 કલાકે શિહોરના ક્રિકેટ છાપરી મેદાનમાં ભાજપના ઉમેદવાર નીમુબેન માટે એક જાહેરસભા દ્વારા તેમના સમર્થનમાં પ્રચાર કરશે.

  1. પીએમ ઘણું આગળનું વિચારે છે, દેશને કોંગ્રેસની 'ગેરંટી' પર વિશ્વાસ નથી: રાજનાથ સિંહ - Lok Sabha Elections 2024
  2. Rajnath in London: ભારત પ્રત્યે ચીનનું વલણ બદલાયું, હવે કોઈ આપણને આંખો દેખાડીને બચી ન શકેઃ રાજનાથ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.