સુરત: હાઈ વૉલ્ટેજ ડ્રામાબાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર કોઈ ઉમેદવાર બિનહરીફ થયા છે. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે તમામ નવ ઉમેદવારો પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. માત્ર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ત્યારે લાલ બાકી હતા તેઓ અચાનક હજી કલેક્ટર કચેરી પહોંચ્યા અને ફોર્મ પાછા ખેંચી લીધા હતા. જેના કારણે હવે મુકેશ દલાલ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ થયા છે. મુકેશ દલાલ બિનહરીફ થતા તેઓએ સૌથી પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના ઘરે જઈને મુલાકાત લીધી હતી અને શુભેચ્છા મુલાકાત ની તસ્વીરો પણ વાયરલ થઈ હતી.
સી.આર.પાટીલે શુભેચ્છા આપી: મુકેશ દલાલ બિનહરીફ થતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયા હેન્ડલર પર તેમને શુભેચ્છા આપી છે. હવે લખ્યું છે કે 'માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સુરત એ પહેલું કમળ અર્પણ કર્યું' ઉલ્લેખનીય છે કે જ્યારે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા ત્યારે તેઓ સીઆર પાટીલના કાર્યાલય હતા અને મુલાકાત લીધી હતી.
પાટીલની પ્રતિક્રિયા: સી.આર.પાટીલે જણાવ્યું હતું કે 400 બેઠકો જીતવી એ જ ભાજપ માટે ઓપરેશન લોટસ છે. ક્યારે મુકેશ દલાલે કહ્યું હતું કે દિલ્હી જઈને મારે એમના માટે એક મીની બસ ગોતવી પડશે, કારણ કે આજે ૫૨ છે 40 સીટની નીચે જો કોઈ મીની બસ મળી જશે તે હું ગોતીશ જેથી પુરા પાર્લામેન્ટના મેમ્બર બેસીને પાર્લામેન્ટમાં જઈ શકે,
માત્ર દસ મિનિટમાં ખેલા: સુરત લોકસભા બેઠક પર જ્યારે સવારથી જ લોકો પ્યારેલાલની શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ લગભગ બપોરે 2:10 વાગે પોતાના ટેકેદારો સાથે પ્યારેલાલ કલેકટર કચેરીના પાછલા બારણે થી અંદર દાખલ થયા અને દસ મિનિટમાં એફિડેવિટ સુપ્રત કરી તેઓ નીકળી ગયા હતા. આ વચ્ચે જ આ જ સમયે ભાજપના જનક બગદાણા, સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી અને લીગલ સેલના ભાજપના નેતા પહોંચી ગયા હતા જેથી અટકળો પણ સાચી પડી હતી કે પ્યારેલાલ ભાજપના નેતાઓ સાથે છે.
કોંગ્રેસના આરોપ: સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોષીએ ભાજપ સહિત ભારતીય ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા છે. મનીષ દોષીએ કહ્યું કે, ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ હથકંડા અપનાવી રહી છે જ્યારે બીજી તરફ ચૂંટણી પંચ ભાજપના ઈશારે નતમસ્તક થઈને કામ કરી રહી છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપને બિનહરીફ કરવા માટે ઘટનાક્રમ