ETV Bharat / opinion

ભારતીય રુપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ કેવી રીતે બનાવવો ??? - INDIAN RUPEE - INDIAN RUPEE

શું ભારતીય રુપિયો આંતરરાષ્ટ્રીય ચલણ બની શકે, જો બની શકે તો કેવા પગલા ભરવા જોઈએ, કેવા નિર્ણય કરવા જોઈએ જેનાથી ભારતીય રુપિયાની મજબૂતી વધે અને અન્ય દેશો તેને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સત્વરે સ્વીકાર કરે. આ વિષયમાં શ્રીરામ ચેકુરીએ ઈટીવી ભારત માટે ખાસ અહેવાલ રજૂ કર્યો છે. વાંચો સમગ્ર અહેવાલ વિગતવાર. INDIAN RUPEE

ભારતીય રુપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ કેવી રીતે બનાવવો ???

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 3:20 PM IST

હૈદરાબાદઃ માનવ સંસ્કૃતિ અને વેપાર-વાણિજ્યના માર્ગો શરુ થયા ત્યારથી વિદેશી ચલણના વિનિમયનો પણ પ્રારંભ થયો છે. 1950ના દસકામાં ભારતીય રૂપિયો યુનાઈટેડ આરબ અમીરાત, કુવૈત, બહેરીન, ઓમાન અને કતારમાં કાયદેસર રીતે વ્યાપક ઉપયોગમાં લેવાતો હતો. જો કે, 1966 સુધીમાં ભારતના ચલણના અવમૂલ્યનને કારણે ભારતીય રૂપિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે આ દેશોમાં સ્વતંત્ર ચલણની શરુઆત કરવામાં આવી. બીજા વિશ્વ યુદ્ધના અંતથી ઓગસ્ટ 1971 સુધી યુએસ ડોલર અને સ્ટર્લિંગ પાઉન્ડ મુખ્ય આંતરરાષ્ટ્રીય ચલણ હતા.

સોના સાથે ડોલરનું ડિલિંકઃ 15મી ઓગસ્ટ 1971ના રોજ પ્રમુખ નિક્સને યુએસ ડોલરને સોના સાથે ડિલિંક કરવાની જાહેરાત કરી હતી. ડોલરને સોના સાથે ડિલિંક કર્યા પછી, ધીમે ધીમે પરંતુ સતત જર્મન માર્ક અને જાપાનીઝ યેન પણ તે સમયની અગ્રણી ચલણ યુએસ ડોલર અને બ્રિટિશ પાઉન્ડ સાથે સ્પર્ધા કરવા લાગ્યા. પેટ્રોલિયમ કટોકટી 1974એ ચલણની સમસ્યાઓને વધારી દીધી હતી અને ઘણા દેશોએ કરન્સીના ફ્લોટિંગ અને સ્પર્ધાત્મક વિનિમયનો આશરો લીધો હતો. RBIએ વર્ષ 1994માં ગુડ્ઝ અને સર્વિસીઝ સંબંધિત કરંટ બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેકશનમાં ભારતીય રૂપિયાને સંપૂર્ણ રીતે કન્વર્ટિબલ બનાવ્યા હતો. સંપૂર્ણ કન્વર્ટિબિલિટી સૂચવે છે કે કોઈ પણ વ્યક્તિ કેન્દ્રીય સત્તાધિકારીની કોઈપણ પૂર્વ મંજૂરી વિના આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાનું વિનિમય કરીને કોઈપણ વિદેશી ચલણ ખરીદી શકે છે.

આંતરરાષ્ટ્રીય ચલણ બનવામાં મોટો પડકારઃ રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ભારતના ભૌગોલિક રાજકીય પ્રભાવમાં વધારો કરી શકે છે. તે અન્ય દેશો સાથે આર્થિક સંબંધોને મજબૂત કરી શકે છે, દ્વિપક્ષીય વેપાર કરારોને સરળ બનાવી શકે છે અને રાજદ્વારી સંબંધોને પ્રોત્સાહન આપી શકે છે. ભારતના સ્થાનિક અર્થતંત્રમાં સ્થિરતા જાળવવા અને રૂપિયાની વૈશ્વિક માંગને પહોંચી વળવા વચ્ચેનો સંઘર્ષ પર ધ્યાન આપવું જરુરી છે. દેશની આર્થિક સ્થિરતાને પ્રતિકૂળ અસર કર્યા વિના આ વિરોધાભાસી માંગણીઓને સંતુલિત કરીને રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાની પ્રક્રિયામાં તે એક મોટો પડકાર છે. તે દેશની સ્થાનિક નાણાકીય નીતિના લક્ષ્યો અને આંતરરાષ્ટ્રીય અનામત ચલણની ભૂમિકા વચ્ચેના સંઘર્ષ દર્શાવે છે.

ડોલર એક સર્વ સ્વીકૃત ચલણઃ સમગ્ર વિશ્વમાં ડોલર એકમાત્ર સ્વીકૃત ચલણ છે કારણ કે, તેનું મહત્વ અને મજબૂતીકરણ અવિરત છે. તે જોતાં એશિયન બજારોમાં યુએસ ડોલરના સક્ષમ વિકલ્પ તરીકે અન્ય કરન્સીની જરૂરિયાત ઊભી થઈ હતી. 1 જૂન, 2023ના રોજ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાયેલી બેઠક પછી બ્રિક્સના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના મંત્રીઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. જેમાં સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. IMF એ ભારતીય રૂપિયો (INR)ને ચીનના RMB (રેનમિન્બી)ની સાથે સંભવિત આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે ઓળખ કરી છે.

ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણના ફાયદાઃ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણનો અર્થ છે કે ભારતીય રૂપિયાનો ઉપયોગ નિવાસીઓ અને બિન-નિવાસીઓએ દેશના અને વૈશ્વિક વેપાર માટે અનામત ચલણ તરીકે મુક્તપણે કરવો જોઈએ. તમામ નિકાસ અને આયાત વ્યવહારો ભારતીય રૂપિયામાં ઈન્વોઈસ કરવાના છે. તેનો ઉપયોગ કેપિટલ-એકાઉન્ટ ટ્રાન્ઝેક્શનની સુવિધા માટે પણ કરવામાં આવશે. ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણના ફાયદા અનેક છે. 5 જુલાઈ, 2023ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ ગ્રુપ (IDG)એ ભારતના ચલણના આંતરરાષ્ટ્રીયકરણ માટે રોડમેપ રજૂ કર્યો. ભારતે એકાઉન્ટ ટ્રાન્ઝેકશનને પણ સક્ષમ કર્યા છે. જેમાં કોર્પોરેટ સંસ્થાઓને ક્રેડિટ-ડેબિટ અને બોન્ડ્સ દ્વારા સંસાધનો એકત્ર કરવાની પરવાનગી આપવામાં આવી છે.

ભારત અને રશિયાના ચલણ વચ્ચેનો સંબંધઃ ભારતીય બોન્ડ માર્કેટમાં વધારાના રૂપિયાના રોકાણ માટે વધુ વ્યાપક માળખું બનાવીને ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઈન ઈન્ડિયન રુપીસને મંજૂરી આપતી જુલાઈ 2022ની RBIની સ્કીમને લીધે રૂપિયા પ્રત્યે અન્ય દેશોનું ધ્યાન ખેંચાયું. સોવિયેત સામ્યવાદી યુગમાં ભારતનો રૂપિયો-રબલનો ખાસ સંબંધ હતો. સોવિયત યુનિયનના વિઘટન પછી તે સંબંધ ક્ષીણ થતો ગયો. ડિસેમ્બર 2022માં RBI દ્વારા શરૂ કરાયેલ ઈન્ટરનેશનલ ટ્રેડ સેટલમેન્ટ ઈન ઈન્ડિયન રુપીસ (INR) મિકેનિઝમના ભાગ રૂપે ભારતે રશિયા સાથે રૂપિયામાં વિદેશી વેપારની તેની પ્રથમ સેટલમેન્ટની પહેલ કરી હતી. આ માઈલસ્ટોન ટ્રાન્ઝેક્શન ક્રૂડ-ઓઈલની આયાત પર અંદાજિત 30 બિલિયન ડોલરના આઉટફ્લોને બચાવવા સક્ષમ છે. તેલની નિકાસ કરતા દેશો અથવા ભારત સાથે વેપાર ખાધ ધરાવતા દેશો સાથે ભારતીય રૂપિયામાં ઈન્વોઈસિંગ અને સેટલમેન્ટ કરવાથી ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD)માં ઘટાડો થશે. મોટા વિદેશી વિનિમય અનામતને જાળવી રાખવાનો બોજ ઘટશે.

સ્પેશિયલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ્સ (SVRAs): RBIએ 22 દેશોની બેન્કોને ભારતીય રૂપિયામાં ચૂકવણીનું સેટલમેન્ટ કરવા માટે સ્પેશિયલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ્સ (SVRAs) ખોલવાની મંજૂરી આપી હતી. આ કાર્યવાહી ભારતીય વેપારીઓને તમામ આયાત માટે રૂપિયામાં ચૂકવણી કરવામાં મદદ કરશે. જ્યારે ભારતીય નિકાસકારોને નિયુક્ત વોસ્ટ્રો એકાઉન્ટ્સમાં બેલેન્સમાંથી ચૂકવણી કરવામાં આવશે. ભારત અને ઈરાન વચ્ચે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરીને યોગ્ય વેપાર વ્યવહારો કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વર્ષ 2018માં ભારત અને ઈરાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર ચૂકવણીની વ્યવસ્થા અનુસાર ઈરાની બેન્કોમાં ભારતીય રૂપિયો વોસ્ટ્રો એકાઉન્ટ્સમાં ભારતીય આયાતકારો દ્વારા ઈરાનની સંસ્થાઓ પાસેથી ગુડ્સ અને સર્વિસીઝના પુરવઠા માટે ચૂકવવાપાત્ર ઈન્વોઈસ સામે 100 ટકા ભારતીય રૂપિયામાં જમા કરવામાં આવે છે. ક્યુબા અને લક્ઝમબર્ગ પણ રૂપિયા આધારિત વેપારમાં રસ ધરાવે છે. ભારત મોટે ભાગે ઈમ્પોટરની ભૂમિકા રહે છે અને ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય ઐતિહાસિક રીતે ઘટી રહ્યું છે.

ભારત અને જાપાનના ચલણ વચ્ચેનો સંબંધઃ સિંગાપોર, મલેશિયા, ઈન્ડોનેશિયા, હોંગકોંગ, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), કુવૈત, ઓમાન, કતાર અને યુનાઈટેડ કિંગડમ સહિત અન્ય દેશોમાં ભારતીય રૂપિયાનો અમુક અંશે સ્વીકાર કરવામાં આવે છે. નેપાળ, ભૂતાન અને મલેશિયાની સેન્ટ્રલ બેન્કો પણ ભારત સરકારની સિક્યુરિટીઝ અને ટ્રેઝરી બિલ ધરાવે છે. હાલમાં ભારતની જાપાન સાથે દ્વિપક્ષીય સ્વેપ એરેન્જમેન્ટ (BSA)છે. જે કોઈપણ બેલેન્સ-ઓફ-પેમેન્ટ સમસ્યાઓના કિસ્સામાં સમર્થનની બેકસ્ટોપ લાઈન 75 બિલિયન USD સુધીની છે. દ્વિપક્ષીય ચલણની અદલાબદલી વ્યવસ્થાઓ વેપાર વ્યવહારોના સેટલમેન્ટ માટે યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવા માટે કારગર છે. જે વિનિમય-દર સ્થિરતા તરફ દોરી જાય છે અને પ્રવાહિતાની અસંગતતાઓને ઘટાડે છે. IDG રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારતને પ્રમાણિત અભિગમની જરૂર છે અને સ્થાનિક-ચલણનું સેટલમેન્ટ, સ્વેપ અને લાઈન ઓફ ક્રેડિટ(LCs) માટે રસ ધરાવતી કેન્દ્રીય બેન્કો સાથે જોડાવા માટે તૈયાર રહેવું જોઈએ.

UPI સિસ્ટમની વૈશ્વિક પહોંચઃ વધુમાં RBI નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને રેમિટન્સ સહિત ક્રોસ બોર્ડર વ્યવહારોની સુવિધા માટે UPI સિસ્ટમની વૈશ્વિક પહોંચ વધી રહી છે. ભારતની રિટેલ પેમેન્ટ સિસ્ટમ, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ અને સિંગાપોરનું સમકક્ષ નેટવર્ક Pay Nowને 21 ફેબ્રુઆરી, 2023ના રોજ એકીકૃત કરાયું હતું. આ જોડાણ બંને દેશોના યૂઝર્સને ઝડપી અને ક્રોસ બોર્ડર રેમિટન્સને એક્સેસ કરવાની મંજૂરી આપે છે. એ જ રીતે 15 જુલાઈ 2023ના રોજ RBIએ ભારત અને યુએઈ વચ્ચે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે લોકલ કરન્સીના ઉપયોગ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. IDG પેમેન્ટ સિસ્ટમ ક્રોસ બોર્ડર ટ્રેડ ટ્રાન્ઝેક્શન્સ માટે લીવરેજના વ્યાપક ઉદ્દેશ્યની પરિકલ્પના કરે છે. તેનાથી ભારતીય ક્લિયરિંગ સિસ્ટમ (ICS) નો વિકાસને પણ મજબૂત કરે છે.

એશિયન ક્લીયરિંગ યુનિયન(ACU): ACU તેના સભ્યોની લોકલ કરન્સીનો ઉપયોગથી ટ્રાન્ઝેકશન સેટલમેન્ટ માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ ભારતીય રૂપિયાને સેટલમેન્ટ કરન્સીમાંના સામેલ કરવાના વિચારને વેગ મળ્યો હતો. ACUના વિસ્તરણથી વધુ દેશોનો સમાવેશ કરીને આ પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. જેનાથી ACUની ભૌગોલિક પહોંચમાં વધારો થશે. જો ભારત પાસે અન્ય ACU દેશો સાથે વેપાર સરપ્લસ હોય તો તે અન્ય દેશોની કરન્સી મેળવી શકે છે. જે સંબંધિત દેશોના નાણાકીય બજારોમાં ઉપલબ્ધ થઈ શકે છે.

ડોલરના વર્ચસ્વને પડકારી શકાય નહીંઃ આ દરેક પ્રયત્ન કદાચ ડોલરના વર્ચસ્વને પડકારી શકે નહીં પરંતુ ભારતની વધતી જતી ભૌગોલિક રાજનૈતિક પહોંચ અને સંભવિત આર્થિક વૃદ્ધિને વેગ આપી શકે છે. આ અનુમાન અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ચોક્કસપણે આવનારા વર્ષોમાં ભારતીય રૂપિયાને સ્વીકૃતી મળશે અને તે આંતરરાષ્ટ્રીય ચલણ બનશે. તારાપોર સમિતિની રાજકોષીય ખાધ, ફુગાવાનો દર અને બેન્કિંગ નોન-પર્ફોર્મિંગ એસેટ ઘટાડવા સહિતની ભલામણોને રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ તરફના પ્રાથમિક પગલા તરીકે ગણવા જોઈએ. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રૂપિયાને સત્તાવાર ચલણ બનવાની હિમાયત કરવાથી તેની સ્વીકૃતિમાં વધારો થશે. શ્રીલંકાની જેમ ભારતે ડોલર જેવા અનામત ચલણનો આશરો લીધા વિના વેપાર અને રોકાણના વ્યવહારો રૂપિયામાં પતાવટ કરવાની મંજૂરી આપવી પડશે. ભારતે આત્મવિશ્વાસને અસર કરી શકે તેવા અવમૂલ્યન અથવા નોટબંધી જેવા અચાનક અથવા તીવ્ર ફેરફારો ટાળવા જોઈએ.

  1. જાણો રૂપિયામાં ઘટાડાના કારણે તમારા ખર્ચા પર કેટલી અસર પડી શકે છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.