ETV Bharat / opinion

India Road accident : ભારતના માર્ગ બન્યા લોહિયાળ, દર ત્રણ મિનિટે એક મોત, જાણો કેવી રીતે નિયંત્રિત કરી શકાશે ? - India Road accident

ભારત દેશમાં માર્ગ અકસ્માતમાં દર ત્રણ મિનિટે એક મૃત્યુ થાય છે, આ ચોંકાવનારા આંકડા સામે ચીનમાં વર્ષ 2022 માં માત્ર 215 મૃત્યુ નોંધાયા છે. પરંતુ આટલો મોટો તફાવત શા માટે અને ભારતમાં પણ અકસ્માતમાં થતા મૃત્યુ ઘટાડવા શું કરી શકાય, જુઓ મદુગુલા ગોપૈયા પ્રણવી KLN નો લેખ

ભારતના માર્ગ બન્યા લોહિયાળ
ભારતના માર્ગ બન્યા લોહિયાળ
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 6:36 AM IST

Updated : Mar 17, 2024, 10:52 AM IST

હૈદરાબાદ : દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો લોહિયાળ બન્યા છે. ભારતીય રસ્તા દર ત્રણ મિનિટે વાહન અકસ્માતના કારણે થતા દુઃખદ મૃત્યુના સાક્ષી છે. સીટ બેલ્ટનો ઉપયોગ આવી કમનસીબ ઘટનાઓમાં મુસાફરોના બચવાની શક્યતામાં નોંધપાત્ર વધારો કરે છે.

દેશના માત્ર 5 % રસ્તા, એક્સપ્રેસ વે તથા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર અપ્રમાણસર સંખ્યામાં અકસ્માત થાય છે. કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે ખુલાસો કર્યો છે કે, 2022 માં આ રસ્તાઓ પર 51,888 લોકોના મોત થયા હતા, જેનું મુખ્ય કારણ ઝડપને નોંધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સીટ બેલ્ટ ન પહેરવાના કારણે 8,384 ડ્રાઇવર અને 8,331 મુસાફરોના મોત થયા હતા. સંશોધન સૂચવે છે કે સીટ બેલ્ટનો ઉપયોગ સાર્વત્રિક રીતે અપનાવવાથી અકસ્માતગ્રસ્ત લોકોમાંથી ત્રીજા ભાગના સંભવિત રીતે બચી શક્યા છે, જે રોડ ટ્રાફિકની જાનહાનિ ઘટાડવામાં આ સલામતી માપદંડના નિર્ણાયક મહત્વને પ્રકાશિત કરે છે.

એવા યુગમાં જ્યાં માર્ગ સલામતી સર્વોપરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, રશિયા, નોર્વે, ડેનમાર્ક અને જાપાન જેવા દેશોએ છેલ્લા એક દાયકામાં ટ્રાફિક અકસ્માત અને જાનહાનિને અડધી કરીને બેન્ચમાર્ક સેટ કર્યા છે. વધુમાં ત્રીસથી વધુ દેશોએ અકસ્માતની સંખ્યામાં 30% થી 50% સુધીનો ઘટાડો હાંસલ કર્યા છે. આ સફળતાનો શ્રેય સીટ બેલ્ટ ટેક્નોલોજી અને વાહન સલામતી સુવિધાઓમાં પ્રગતિ સાથે માર્ગ સલામતી નિયમોના કડક અમલને આભારી છે.

યુએસ નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનના અહેવાલ અનુસાર વર્ષ 2017 માં સીટ બેલ્ટ કાયદાના સખત અમલીકરણથી લગભગ 15,000 લોકોના જીવ બચ્યા છે, જેમાં અનુપાલન દર 90% થી વધુ છે. તેનાથી વિપરિત ભારત એક ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારતમાં વાહનોના ભીષણ ટ્રાફિક અને ખાડાવાળા રસ્તા પરથી પસાર થતી બસના અકસ્માતમાં વાર્ષિક 9,000 થી વધુ લોકો જીવ ગુમાવે છે.

ચિંતાજનક રીતે આ અકસ્માત દર વર્ષે લગભગ એક હજાર બાળકો અને પુખ્ત વયના લોકોનો ભોગ લે છે. તેની સરખામણીમાં ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં 2021 માં માત્ર 14 મૃત્યુ થયા અને ચીનમાં 2022 માં સમાન ઘટનાઓમાં મૃત્યુઆંક 215 નોંધાયો હતા. વિશ્વના માત્ર 1% વાહનો ધરાવતા ભારત દેશમાં વૈશ્વિક માર્ગ અકસ્માતોની 11% ઘટના બને છે.

જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનો ભોગ લેવાયેલા દુઃખદ કાર અકસ્માતના પગલે પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયે સીટ બેલ્ટના નિયમોના અમલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓક્ટોબર 2022 થી તમામ નવી ઉત્પાદિત કાર, વાન, બસ અને ટ્રકમાં ઓડિયો-વિડિયો ચેતવણી પ્રણાલી અને ઝડપ મર્યાદા ચેતવણી સાથે સીટ બેલ્ટનો સમાવેશ ફરજિયાત કરીને મોટર વાહન અધિનિયમ 1989 ની જોગવાઈને મજબૂત બનાવી છે.

વધુમાં ટ્રાફિકના ઉલ્લંઘન પર અસરકારક રીતે દેખરેખ રાખવા અને દંડ કરવા માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS) દેશભરમાં શરૂ કરવામાં આવશે. આ પહેલ એક વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે, જેનો હેતુ આગામી છ વર્ષમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ અને ઇજાઓને 50% ઘટાડવાનો છે. જેમાં શિક્ષણ, અમલીકરણ, ઇમરજન્સી કેર અને એન્જિનિયરિંગ જેવા વ્યાપક પગલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રયાસો છતાં ગ્રાઉન્ડ લેવલ પર વ્યવહારુ અમલીકરણ ન થવું ઘણી નિષ્ફળતા સામે આવે છે.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચાર વર્ષ પહેલાના આદેશમાં બાળકો માટેની તમામ સ્કૂલ બસમાં સીટ બેલ્ટનો ઉપયોગ જરૂરી છે, તે મોટાભાગે લાગુ પડતો નથી. તેવી જ રીતે RTC બસ સહિત તમામ ભારે વાહનોમાં સીટ બેલ્ટ માટે કેરળ સરકારનો તાજેતરનો આદેશ સ્વૈચ્છિક પાલનના મહત્વને રેખાંકિત કરે છે. આ સલામતીનાં પગલાંનું પાલન કરવું એ તમામ ડ્રાઇવરો માટે નિર્ણાયક છે, જે તેમની અને તેમના પરિવારોની સુખાકારી માટે અમાપ લાભ આપે છે.

  1. Explained: ભારતીયોની આનુવંશિકતાને લઇને અલગ તારણો ધરાવતો અભ્યાસ, વાંચો સીપી રાજેન્દ્રનની છણાવટ
  2. Zero Emission Trucks : ભારતમાં ઝીરો એમિશન ટ્રકના આગમન અને વાહનોના વિદ્યુતીકરણ ક્ષેત્રના અવસર અને પડકાર

Last Updated : Mar 17, 2024, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.