વોશિંગ્ટન: લોકોને ફરિયાદ રહે છે કે તેઓને પોતાના કામ પરથી રજા નથી મળી શકતી નથી. ત્યારે અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન રજાઓ લેવાના મામલે અવ્વલ છે. એટલું જ નહી તેઓએ પોતાના 4 વર્ષના કાર્યકાળમાં 532 દિવસોની રજા લીધી છે.
Biden spent today — his 16th straight day on vacation — lounging on the beach.
— RNC Research (@RNCResearch) August 31, 2024
He has spent a total of 532 days (40.3% of his presidency) on vacation.
Who's running the country? pic.twitter.com/YIStPQR3Vl
રાષ્ટ્રપતિ જો બાઇડને 532 રજાઓ લીધી: આનો ખુલાસો રિપબ્લિકન નેશનલ કમિટીના હાલના કરવામાં આવેલા વિશ્વષણથી થયો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના કાર્યકાળના સમયમાં ઘણા દિવસો રજામાં વિતાવ્યા છે. આંકડાઓ અનુસાર 81 વર્ષીય જો બાઇડને ફક્ત 4 વર્ષથી પણ ઓછા સમયગાળામાં 532 દિવસો રજાઓમાં વિતાવ્યા છે. આ તેમના કાર્યાલયના સમયના ખાલી 40 ટકા જ છે.
અમેરિકન નાગરિકને વર્ષમાં ખાલી 11 રજાઓ: ત્યારે બીજી તરફ સરેરાશ અમેરિકનોને દર વર્ષે 11 રજાઓ મળે છે. આનાથી રાષ્ટ્રપતિ બાઇડનના રજાઓનો સમય સરેરાશ નાગરિક માટે 48 વર્ષની રજાઓ બરાબર છે. આને લઇને આલોચકો તર્ક કરી રહ્યા છે કે, રાષ્ટ્રપતિની આટલી રજાઓ લેવું યોગ્ય નથી ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતા અને ઘરેલું પડકારોના સમયમાં. તમને જણાવી દઈએ કે, આ મામલાને લઈને વ્હાઇટ હાઉસ ઓફિસના ભૂતપૂર્વ જનરલ કાઉન્સેલ માર્ક પાઓલેટાએ કહ્યું કે, એવા સમયે જ્યારે અમેરિકા અને દુનિયા આગમાં છે, ત્યારે બીચ પર પોતાની ખુરશી પર ઊંડે સૂતા બિડેનની તસવીરો રાષ્ટ્રપતિના કામને દર્શાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બાઇડેને વધુ રજાઓ લીધી: જો બાઇડેનનો 40 ટકા પદની બહાર હોવાનો આંકડો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણો વધારે છે. તેમણે તેમના પ્રમુખપદનો 26 ટકા હિસ્સો વોશિંગ્ટનની બહાર અંગત પ્રવાસોમાં વિતાવ્યો હતો. તેનાથી વિપરીત, રોનાલ્ડ રીગન અને બરાક ઓબામાએ તેમના 2 કાર્યકાળ દરમિયાન માત્ર 11 ટકા રજા લીધી હતી. જ્યારે જીમી કાર્ટરે માત્ર 79 દિવસ રજા પર વિતાવ્યા હતા.
આ પણ વાંચો: