લંડનઃ સ્વિસ વૈજ્ઞાનિકોએ શરીરની રોગ પ્રતિકારક શક્તિનો એક મોટો ભાગ લોન્ગ કોવિડ થવામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાર્સ સીઓવી-2 વાયરસથી સંક્રમિત મોટાભાગના દર્દીઓના ગંભીર બીમારી બાદ સાજા થઈ જાય છે. જો કે સંક્રમિત દર્દીઓમાં કેટલાક દર્દીઓમાં બીમારીના લાંબા સમય સુધી ચાલવાના લક્ષણો જોવા મળે છે. જો કે લોન્ગ કોવિડના કારણો, નિદાન અને ઉપચાર હજૂ સુધી શોધી શકાયા નથી.
સ્વિટઝરલેન્ડમાં જ્યૂરિચ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ તારણ કાઢ્યું છે કે દર્દીના શરીરની રોગ પ્રતિકારક શક્તિનો એક મોટો ભાગ લોન્ગ કોવિડ થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ યુનિવર્સિટીના ઈમ્યૂનોલોજીના પ્રોફેસર ઓનૂર બોયમેને કહ્યું કે, લોન્ગ કોવિડના દર્દીઓમાં રોગ પ્રતિકારક શક્તિનો એક મોટો ભાગ જેને પૂરક પ્રણાલિ પણ કહેવામાં આવે છે તે પોતાની મૂળ સ્થિતિમાં આવતી નથી, આ પ્રણાલિ સક્રિય રહે છે અને આ રીતે તંદુરસ્ત શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે.
જર્નલ સાયન્સમાં પબ્લિશ થયેલા આ રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ સાર્સ-સીઓવી-2 સંક્રમણ બાદ એક વર્ષ સુધી 113 કોવિડ દર્દીઓનું અધ્યયન કર્યુ હતું. આ અધ્યયનમાં 113 દર્દીઓની સરખામણી 39 તંદુરસ્ત લોકો સાથે કરવામાં આવી. 6 મહિના બાદ 40 દર્દીઓમાં લોન્ગ કોવિડની બીમારી જોવા મળી. આ દર્દીઓના લોહીમાં 6,500થી વધુ પ્રોટીનમાં તીવ્ર સંક્રમણ જોવા મળ્યું. આ દર્દીઓનું છ મહિના બાદ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બોયમેનની ટીમના અન્ય એક સભ્ય અને સંશોધક કાર્લો સર્વિયા હસ્લરે જણાવ્યું કે, લોન્ગ કોવિડમાં કેટલા પ્રોટીનમાં પરિવર્તન થાય છે. તેના પરીક્ષણ દરમિયાન પૂરક પ્રણાલિની માહિતી સામે આવી હતી. સક્રિય લોન્ગ કોવિડના દર્દીઓમાં લોહીનું સ્તર ઊંચું જોવા મળ્યું હતું. જે લાલ રક્તકણો, પ્લેટલેટ્સ અને રક્તવાહિની સહિત શરીરની જુદી જુદી કોષિકાઓના નુકસાનનો સંકેત આપે છે.
એક્ટિવ લોંગ કોવિડમાં બ્લડ પ્રોટીનમાં પરિવર્તન પૂરક પ્રણાલિના પ્રોટીન વચ્ચે સંબંધ હોવાનું સામે આવ્યું છે. જે લોહી બંધ થવાની, કોષિકાની ઈજા અને સોજાને દૂર કરવાની પ્રક્રિયામાં સામેલ છે. એનાથી વિપરીત લાંબા સમયની બીમારીમાંથી સાજા થયેલા કોવિડ દર્દીઓમાં લોહીનું સ્તર સામાન્ય જોવા મળ્યું હતું. તેથી એક્ટિવ લોન્ગ કોવિડનું નિદાન લોહીમાં રહેલા પ્રોટીનની પેટર્ન પરથી કરી શકાય છે.
બોયમેને કહ્યું કે, અમારુ કામ માત્ર બહેરત નિદાનનો પાયો નાંખવા ઉપરાંત નૈદાનિક અનુસંધાનનું સમર્થન કરવાનું પણ છે. જેનો ઉપયોગ પૂરક પ્રણાલીને વિનિયમિત કરવા માટે કરી શકાય છે. આ લાંબા સમયના કોવિડ દર્દીઓ માટે સારવારના નવા દરવાજા ખોલશે.