તેલ અવીવ: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલી સેના IDF પસંદગીપૂર્વક હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહી છે. થોડા દિવસો પહેલા ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરી હતી. તે જ સમયે, હવે માહિતી મળી છે કે નસરુલ્લાહના ઉત્તરાધિકારી માનવામાં આવતા સફિદ્દીનની પણ હત્યા કરવામાં આવી છે. ઈઝરાયેલના મીડિયાએ આ અંગે માહિતી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, અમેરિકાએ 2017માં સફીદીનને આતંકવાદી જાહેર કર્યો હતો. અમેરિકાએ કહ્યું કે, હિઝબુલ્લાહના રાજકીય મામલામાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે, સફિદ્દીનની ગણતરી ટોચના ત્રણ નેતાઓમાં થતી હતી. હુમલાથી બચવા માટે હાશિમ સફીદીન સતત નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે.
હાશિમ સફીદીન પોતાને પ્રોફેટ મોહમ્મદના વંશજ હોવાનો દાવો કરે છે. અમેરિકાએ તેને આતંકવાદી જાહેર કર્યો કારણ કે, તેણે ઇઝરાયલ સામે એક મોટું યુદ્ધ શરૂ કર્યું હતું, જ્યારે હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર માર્યો ગયો હતો. સફીદ્દીનને હંમેશા નસરુલ્લાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. હિઝબુલ્લાહની સર્વોચ્ચ સંસ્થા શૂરા કાઉન્સિલના છ મૌલવીઓમાંના એક સફીદ્દીન છે.
ઈઝરાયેલે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે કે, હિઝબુલ્લાહના આતંકવાદીઓને કોઈપણ કિંમતે બચાવવામાં આવશે નહીં. તે આ યુદ્ધને હવે પુરુ કરીને જ રહેશે.
આ પણ વાંચો: