નવી દિલ્હી : બુદ્ધના બે મુખ્ય શિષ્યો અરહંત સરિપુટ્ટ અને મહા મોગ્ગલાના સૌથી પવિત્ર બુદ્ધ અવશેષો સાથે 19 માર્ચ, મંગળવારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ભારત આવશે. 2 બૌદ્ધ સાધુ ભારતથી થાઇલેન્ડ સુધી એક મહિના માટે પ્રવાસ કરી રહ્યા છે. થાઈલેન્ડના સંસ્કૃતિ મંત્રાલયે જાહેરાત કરી હતી કે થાઈલેન્ડમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન ચાર મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓએ બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બુદ્ધના અવશેષોની પ્રદર્શન યાત્રા : આ પ્રદર્શનને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. પવિત્ર અવશેષોની શોભાયાત્રા થાઈલેન્ડમાં એક પછી એક શહેરમાં પહોંચી અને વહેલી સવારથી જ દર્શન માટે રાહ જોઈ રહેલા ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના (IBC) સહયોગથી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બુદ્ધના અવશેષોનું પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
થાઈલેન્ડ પ્રવાસ : 22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી શરૂ થયેલી યાત્રા બેંગકોક, ચિયાંગ માઇ, ઉબોન રત્ચાથાની અને ક્રાબી પ્રાંતોની યાત્રા કરી 19 માર્ચના રોજ સમાપ્ત થઈ છે. શહેરના સેન્ટ્રલ એક્ઝિબિશન પાર્કમાં થાઈલેન્ડના રાજા મહામહિમ વજીરાલોંગકોર્ન અને તેમની રાણી દ્વારા પ્રાર્થનાનું ઉદ્ઘાટન સંપૂર્ણ ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું. 28 જુલાઇના રોજ થાઈલેન્ડના રાજાનો 72માં જન્મદિવસ છે. 'શેર્ડ હેરિટેજ, શેર્ડ વેલ્યુઝ' થીમ સાથેના આ પ્રદર્શનમાં તેમના જન્મદિનની ઉજવણીને આદર અને સન્માન સાથે ચિહ્નિત કરવામાં આવી હતી.
બેંગકોકમાં વિશેષ આયોજન : બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારના નેતૃત્વ હેઠળના સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે આ અવશેષો 22 ફેબ્રુઆરીએ બેંગકોક પહોંચ્યા હતા. ભારતના બૌદ્ધ સાધુઓએ દરેક ચાર સ્થળોએ અવશેષોમાં હાજરી આપી હતી. તેમની સાથે વિવિધ ભારતીય યુનિવર્સિટીઓના વિદ્વાનો પણ હતા, જેમણે અવશેષોની સુસંગતતા અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી હતી.
દિલ્હીમાં યાત્રા પૂર્ણ : અવશેષોની પરત યાત્રા સમયે લોકસભાના સભ્ય જમ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના નેતૃત્વના પ્રતિનિધિમંડળ તથા થરવાડા અને મહાયાન પરંપરાના કેટલાક સાધુઓ અવશેષોની સાથે રહ્યા હતા. આ અવશેષો 19 માર્ચે નવી દિલ્હીમાં એરફોર્સ સ્ટેશન પાલમ ખાતે પહોંચશે, જ્યાં વિદેશ રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી યાત્રાના પરત ફરવાના સમારોહમાં અવશેષો પ્રાપ્ત કરશે.