ETV Bharat / entertainment

રણબીર આલિયાની લાડલી રાહાએ ઉજવી પહેલી હોળી, બોલિવૂડ સેલેબ્સે ઉજવ્યો રંગોનો તહેવાર - Ranbir Kapoor Daughter Raha - RANBIR KAPOOR DAUGHTER RAHA

રણબીર આલિયાએ રાહા સાથે હોળીની ઉજવણી કરી હતી. વાયરલ ફોટો અને વીડિયોમાં બોલીવૂડ સિતારા રણબીર આલિયાની લાડલી રાહાએ પહેલી હોળીના રંગોનો તહેવાર ઉજવ્યો હતો. તો પ્રિયંકા ચોપરા નિક જોનાસ સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ હોળીની ઉજવણી કરતાં જોવા મળ્યો હતો.

રણબીર આલિયાની લાડલી રાહાએ ઉજવી પહેલી હોળી, બોલિવૂડ સેલેબ્સે ઉજવ્યો રંગોનો તહેવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 9:24 AM IST

મુંબઈ : બોલીવુડ કલાકારો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરી રાહની પહેલી હોળી ઉજવી હતી. તેઓએ તેમના પડોશીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી. વાયરલ ફોટો અને વીડિયોમાં તેની પુત્રી રાહાએ પણ તેના માતાપિતા સાથે રંગોનો તહેવાર ઉજવ્યો હતો. પ્રિયંકા ચોપરા-નિક જોનાસ સહિત અનેક ફિલ્મી હસ્તીઓએ હોળીની ઉજવણી કરી હતી.

રાહાએ રણબીર આલિયા સાથે હોળી સેલિબ્રેટ કરી હતી : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રણબીર-આલિયા તેમની દીકરી રાહા સાથે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરી રહ્યાં છે. હોળી પર, રણબીર મરૂન રંગના શોર્ટ્સ અને ગ્રે રંગની ટી-શર્ટમાં જોવા મળી રહ્યાં હતાં. જ્યારે બીજી તરફ આલિયાએ નિયોન પિંક શોર્ટ્સ પહેર્યા છે.

ચાહકોને રાહાનો ચહેરો જોવા મળ્યો : અન્ય એક વીડિયોમાં રણબીર તેના એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બહાર તસવીરો માટે પોઝ આપી રહ્યો હતો. ક્રિસમસ 2023 પર, રણબીર અને આલિયાએ તેમની પુત્રી રાહાનો ચહેરો જાહેર કર્યો છે, જે ચાહકો માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું.

ધામધૂમથી હોળીની ઉજવણી : તો બોલીવૂડની અન્ય સેલિબ્રિટીઓએ પણ ભારે ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરી હતી આની સાથે અન્ય બોલિવૂડ સેલેબ્સ અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, દિશા પટણી, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, પ્રીતિ ઝિન્ટા, નીના ગુપ્તા, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રકુલ-જેકી, પુલકિત કૃતિ, રશ્મિકા મંડન્ના, સામન્થા રુથ વગેરે સિતારા હોળી પર્વનું સેલિબ્રેશન કરતાં જોવા મળ્યાં હતાં. બોલિવૂડ હસ્તીઓએ રંગોના તહેવાર પર સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે બોલિવૂડના કેટલાક નવા પરિણીત યુગલોએ તેમની પહેલી હોળી એકસાથે ઉજવી હતી. જેમાં રકુલ પ્રીત સિંહ-જેકી શ્રોફ અને પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાનો સમાવેશ થાય છે. આ સિવાય આલિયા ભટ્ટથી લઈને કરીના કપૂર ખાન, અનુષ્કા શર્માથી લઈને આયુષ્માન ખુરાના અને અન્ય ઘણી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

  1. રકુલ-જેકી સહિત આ નવવિવાહિત યુગલોએ તેમની પ્રથમ હોળીની ઉજવણી કરી, બોલિવૂડ સેલેબ્સે તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી - Celebs Holi Celebration 2024
  2. હોળી પર ખેલાડીઓએ ગુલાલનો ઉપયોગ કર્યો, બ્રાવો-વોર્નર સહિતના વિદેશી ખેલાડીઓ પણ પાછળ ન રહ્યા - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.