અમદાવાદ: લાંબા સમયથી રાહ જોવાતી અને કરણ જોહાર દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' 31 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને જાનવી કપૂર ઉપરાંત અભિષેક બેનર્જી, રાજેશ શર્મા, કુમુદ મિશ્રા, ઝરીના વહાબ અને પૂર્ણેન્દુ ભટ્ટાચાર્ય પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન શરણ શર્મા કરી રહ્યા છે.
શું છે ફિલ્મની વાર્તા: આ ફિલ્મની વાર્તા ક્રિકેટ, રોમાન્સ અને સંઘર્ષની આસપાસ ગુંથાયેલી છે. રાજકુમાર રાવનો જન્મ એવા પરિવારમાં થયો છે જ્યાં સપના પૂરા કરવા કરતાં પરિવારનું કામ અને તેની જવાબદારીઓ સંભાળવી વધુ મહત્ત્વની માનવામાં આવે છે. રાજકુમાર રાવના લગ્ન વ્યવસાયે ડૉક્ટર એવી જાનવી કપૂર સાથે થાય છે. જેને ક્રિકેટનો રમવાનો ખૂબ જ શોખ છે, શેરીમાં ક્રિકેટ રમી ચૂકેલી તેની પત્નીને શાનદાર બેટિંગ જોઈને રાજકુમાર તેને ક્રિકેટર બનાવવાનું નક્કી કરે છે. જેના દ્વારા તે પોતાના સપના પોતાની પત્ની દ્વારા પૂરા કરવા માંગે છે. ફિલ્મમાં બંને વચ્ચે રોમાન્સ પણ જોવા મળી રહ્યો છે.
જાનવી કપૂર કોની ફેન છે: જાનવી કપૂર આજે અમદાવાદની મહેમાન બની હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વાર હું ફિલ્મ થકી ક્રિકેટને આટલું સમજી શકી. પહેલા હું માત્ર પિતા જોતા હોય ત્યારે જ ક્રિકેટનો આનંદ માણતી હતી. ફિલ્મ દરમિયાન મને જે ઈજા પહોંચી છે તેનાથી મને આગળ કોઈ સખત પ્રવૃત્તિ કરવાની ના પાડી છે. આ ઉપરાંત જ્યારે હાલ ક્રિકેટનો ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે તેઓ કંઈ ટીમને સપોર્ટ કરે છે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે હું મુંબઈથી હોવાથી મુંબઈ ઈન્ડિયસને સપોર્ટ કરું છું. પરંતુ હાલ તો તે બહાર થઈ ગઈ છે. પરંતુ હા હું ધોનીની ફેન છું.
ફિલ્મના શુટિંગ દરમિયાન પહોંચી ઈજા: આ ફિલ્મમાં જાનવી એક મહિલા ક્રિકેટરના રોલમાં છે. જેમાં તેમણે આ રોલ માટે શારીરિક તાલીમ પણ લીધી હતી. અને આ દરમિયાન તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મના અમુક ભાગનું શુટિંગ અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમમાં થયું છે. જ્યાં ક્રિકેટના શોટ લેવામાં આવ્યા છે.
આ ફિલ્મ ધોનીના જીવન પર આધારિત નથી: આ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા તેને ધોનીના જીવન પર આધારિત હોવાની વાત બહાર આવી હતી. પરંતુ આ ફિલ્મ ધોનીના જીવન પર આધારિત નથી. પરંતુ તેને ટિબ્યુટ કરવામાં આવી છે. ફિલ્મમાં તમને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અને સપના પૂરા કરવાનો જુસ્સો જોવા મળશે.