મુંબઈ: સની દેઓલે 2023માં ફિલ્મ 'ગદર 2'ની સાથે બોલિવૂડમાં ફરી વાપસી કરી હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, અને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે ફરી સની દેઓલ થિયેટરમાં જાટ નામની વિસ્ફોટક માસ એક્શન ફિલ્મ લાવવા જઈ રહ્યો છે. સની દેઓલની જાટ પુષ્પાના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી છે, આ સાથે સની દેઓલનું ટોલીવુડમાં ડેબ્યુ પણ છે. ફિલ્મનું ટીઝર પુષ્પા 2 સાથે થિયેટરમાં બતાવવામાં આવ્યું હતું અને તે આજે ઓફિશિયલી રિલીઝ કરવામાં આવ્યું છે.
આ વખતે તારા સિંહ પંખાને ઉખેડીને લાવ્યા
ટીઝરની શરૂઆતમાં સની દેઓલની એન્ટ્રી ધમાકેદાર રીતે થાય છે. જે બાદ તેમનો જોરદાર ડાયલોગ, 'હું જાટ છું, માથું કાપ્યા પછી પણ હાથ હથિયાર છોડતો નથી.' આ વખતે સની દેઓલનું એક્શન જરા અલગ છે, ગદરમાં હેન્ડપંપ ઉખાડી નાખવાની તેની સિક્વન્સ ઘણી ફેમસ છે પણ આ વખતે તેણે હેન્ડપંપ નહીં પણ પંખો જ ઉખાડી નાખ્યો. આ ફિલ્મમાં તેના સિવાય રણદીપ હુડ્ડા લીડ રોલમાં છે. ટીઝર જોઈને ખબર પડે છે કે રણદીપ સની દેઓલની સામે હશે એટલે કે રણદીપ ફિલ્મમાં વિલન બની ગયો છે. ટીઝર રીલિઝ કરતી વખતે, મૈથ્રી મૂવી મેકર્સે લખ્યું, 'શેતાન નથી, ભગવાન નથી, જાટ છે તે તો.'
હાઈ ઓક્ટેન એક્શન સિક્વન્સ
સની દેઓલની ફિલ્મ હોય અને એક્શન ન હોય એવુ કેવી રીતે બની શકે. મૈથ્રી મૂવી મેકર્સ પુષ્પા 2 પછી સની દેઓલની જાટ સાથે ફરી ધમાકો કરવા તૈયાર છે. ટીઝરમાં જ સનીનો એક્શન અવતાર શાનદાર રીતે બતાવવામાં આવ્યો છે. ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મના ડાયલોગ્સ પણ જબરદસ્ત છે. જે ફરી થીયેટરમાં પ્રેક્ષકોને તાળીઓ પાડવા મજબૂર કરશે.
'જાટ'નું ટીઝર પુષ્પા 2 સાથે બતાવવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે મેકર્સે પુષ્પા 2 સાથે થિયેટરમાં જાટનું ટીઝર રિલીઝ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું અને હવે મેકર્સે તેને ઓફિશિયલી રિલીઝ કર્યું છે. જાટમાં સની દેઓલ અને રણદીપ હુડ્ડા લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન ગોપીચંદ માલિનેની દ્વારા કરવામાં આવ્યું છે અને પુષ્પાના નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ એપ્રિલ 2025માં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: