ETV Bharat / entertainment

અક્ષયથી લઈને કંગના, ચિરંજીવીથી લઈને અલ્લુ અર્જુન : આ બોલિવૂડ-સાઉથ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

આખો દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, આ અવસર પર બોલિવૂડથી લઈને સાઉથના સેલેબ્સે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. 78th Independence Day

બોલિવૂડ-સાઉથ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ
બોલિવૂડ-સાઉથ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ (ANI)
author img

By ETV Bharat Entertainment Team

Published : Aug 15, 2024, 3:23 PM IST

મુંબઈ : આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ફિલ્મસ્ટાર્સ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક કોઈ ત્રિરંગો ફરકાવવા ગયા તો કોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી.

સ્વતંત્રતા દિવસની ઉજવણી : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારથી લઈને ક્વીન કંગના રનૌત સુધી સૌએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીએ તિરંગો ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. ચાલો જોઈએ સ્વતંત્રતા દિવસ પર સેલેબ્સની ઉજવણી...

બોલિવૂડ-સાઉથ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ
બોલિવૂડ-સાઉથ સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા પર્વ (Instagram)

બોલિવૂડ સેલેબ્સે આપી શુભેચ્છાઓ : સ્વતંત્રતા દિવસના અવસર પર બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તિરંગો પોસ્ટ કર્યો અને કેપ્શન લખ્યું, 'આપણો ત્રિરંગો આવી જ રીતે ઊંચો રહે, આપણી આઝાદીને સલામ, આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, જય હિંદ. આ સાથે ગદર 2 ફેમ સની દેઓલે લખ્યું હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે, આપણી માતા ભારતને પ્રેમ કરો, આપણી આઝાદી માટે લડનારાઓને યાદ કરો, એક સારા વ્યક્તિ બનો, સારા દેશભક્ત બનો.

બોલિવૂડ ક્વીન કંગના રનૌતે પોતાના હાથમાં ત્રિરંગો ઝંડો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યો અને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. પોતાની એક તસવીર શેર કરતા આયુષમાન ખુરાનાએ લખ્યું- હજુ ઘણું કામ બાકી છે. આપણે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે, અને આપણે ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. આ સાથે નુસરત ભરૂચા, દિશા પટાની, અનિલ કપૂર, સંજય દત્તે પણ સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપી હતી.

સાઉથના સેલેબ્સે ઉજવ્યો સ્વતંત્રતા દિવસ : સાઉથની સેલિબ્રિટીઓએ પણ આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મેગાસ્ટાર ચિરંજીવીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું - બધાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ, ચાલો આપણે બધા આપણને આ સ્વતંત્રતા અપાવવા માટે આપણા પૂર્વજોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરીએ. તેમના આદર્શો હંમેશા સદાચાર, કરુણા અને શ્રેષ્ઠતાના માર્ગ પર આપણને માર્ગદર્શન આપે ! જય હિન્દ.

આ સાથે ચિરંજીવીએ તિરંગો પણ ફરકાવ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુને પણ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

  1. 78માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાને પહેરી ખાસ પાઘડી, જાણો શું છે તેની ખાસિયત
  2. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ધ્વજવંદનની ખાસ પ્રણાલી શું ? જાણો આ અહેવાલમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.