મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 558 પોઈન્ટના ઉછાળા સાથે 85,728.09 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.68 ટકાના વધારા સાથે 26,182.20 પર બંધ થયો. 26 સપ્ટેમ્બરે, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો મજબૂત નોંધ પર બંધ થયા અને નિફ્ટીએ પ્રથમ વખત 26,200ની સપાટી વટાવી.
આજના ટ્રેડિંગ દરમિયાન, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે નિફ્ટી પર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા, જ્યારે ONGC, સિપ્લા, ડિવિસ લેબ્સ, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા. .
- સેક્ટરમાં મેટલ, ઑટો 1-1 ટકા વધ્યા હતા, જ્યારે FMCG, PSU બેન્ક અને IT 0.5-0.5 ટકા વધ્યા હતા.
- જો કે રિયલ્ટી, ફાર્મા, પાવર, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ 0.5-0.5 ટકા ઘટ્યા છે.
- BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-0.5 ટકા ઘટ્યા છે.
- ભારતીય રૂપિયો બુધવારના 83.60ની સરખામણીએ ગુરુવારે 4 પૈસા નબળો પડીને 83.64 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.
ઓપનિંગ માર્કેટ: કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર સપાટ ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 44 પોઈન્ટના વધારા સાથે 85,214.09 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 26,017.40 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો: