મુંબઈ: વિદેશી ભંડોળના સતત ઉપાડ વચ્ચે વ્યાપક વેચાણ દબાણને કારણે મંગળવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં એક-એક ટકાનો ઘટાડો થયો હતો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 820.97 પોઈન્ટ અથવા 0.01 ટકા ના ઘટાડા સાથે 78,675.18 ના સ્તર પર બંધ થયા છે. દિવસના કારોબાર દરમિયાન તે 948.31 પોઈન્ટ અથવા 1.19 ટકા ઘટીને 78,547.84 પોઈન્ટ પર આવી ગયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 257.85 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ટાટા મોટર્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, મારુતિ અને પાવર ગ્રીડ સૌથી વધુ ઘટ્યા હતા.
બીજી તરફ સન ફાર્મા, ઈન્ફોસિસ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ સોમવારે રૂ. 2,306.88 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂપિયા 2,026.63 કરોડના શેર ખરીદ્યા હતા.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું હતું કે, બજારમાં ઘટાડા માટે બે પરિબળો કામ કરી રહ્યા છે. પ્રથમ, FII દ્વારા સતત વેચાણ ચાલુ છે. જ્યારે બીજું, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) દ્વારા સતત ખરીદીએ બજારને ટેકો આપ્યો છે અને બજારના કેટલાક ઘટાડાને રોકવામાં મદદ કરી છે. આગામી દિવસોમાં બજાર કેવું વલણ ધરાવે છે તે આ બે પરિબળો પર નિર્ભર રહેશે.
એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. યુરોપિયન બજારો બપોરના સત્રમાં નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકન બજારો જોરદાર બંધ થયા છે. વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ 0.56 ટકા વધીને ડોલર 72.23 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો: