મુંબઈ: કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 177 પોઈન્ટના ઘટાડા સાથે 81,510.05 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી માઇનસ 0.04 ટકાના ઘટાડા સાથે 24,610.05 પર બંધ થયો હતો.
સ્ટોક્સની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, HCL, વિપ્રોના સ્ટોક્સ ટોપ ગેઈનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે DR રેડ્ડીઝ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટ. અને HDFC લાઈફ સહિતના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.
આ સાથે જ રિલાયન્સ, HDFC લાઈફ, ઇન્ફોસીસ, ICICI બેંક, વિપ્રો, BEL, પાવરગ્રીડ, ટાટા સ્ટીલના શેર આજના ટ્રેડિંગ દરમિયાન સૌથી વધારે એક્ટિવ હતા.
NSE નિફ્ટી મિડકેપ 96.60 ના પોઈન્ટ સાથે 13,085.40 પર બંધ થયું હતું. જ્યારે નિફ્ટી બેંક 169.95ના પોઈન્ટ સાથે 53,577.70 પર બંધ થયું હતું. તેમજ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસ 80.35 પોઈન્ટ સાથે 24,802.95 પર બંધ થયું હતું.
આજનું ઓપનિંગ: કારોબારી સપ્તાહના બીજા દિવસે 10 ડિસેમ્બર મંગળવારે શેરબજાર સપાટ ખુલ્યું હતું. સેન્સેક્સ લગભગ 80 પોઈન્ટના વધારા સાથે 81,600 પર ટ્રેડ થયો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 30 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 24,650ના સ્તરની આસપાસ કારોબાર કર્યો હતો.
આ પણ વાંચો: