મુંબઈ : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં અનઅપેક્ષિત કારોબાર નોંધાયો છે. આજે 24 મે, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંક રેડ ઝોનમાં સપાટ ખુલ્યા બાદ જોરદાર એક્શનમાં રહ્યા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ રહ્યા હતા. જોકે આ દરમિયાન Sensex 75,636 અને Nifty 23,026 પોઈન્ટના નવા સ્તરે પહોંચ્યા હતા.
BSE Sensex : આજે 24 મે, શુક્રવારના રોજ BSE Sensex ગત 75,418 બંધની સામે 83 પોઈન્ટ ઘટીને 75,335 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ઉતાર ચડાવ વચ્ચે સેન્સેક્સ 75,244 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને 75,636 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જોકે ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ગગડીને 75,410 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.01 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજે 24 મે, શુક્રવારે NSE Nifty ગત 22,967 બંધની સામે 37 પોઈન્ટ ઘટીને 22,930 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન ઉતાર ચડાવ વચ્ચે નિફ્ટી 22,908 પોઈન્ટ સુધી ડાઉન ગયો અને 23,026 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. જોકે ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ગગડીને 22,957 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.05 ટકાનો ઘટાડો દર્શાવે છે.
સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન HDFC બેન્ક, L&T, ભારતી એરટેલ, BPCL ટોપ ગેઈનર્સની યાદીમાં સામેલ હતા. બીજી તરફ અદાણી પોર્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, ટાઇટન કંપની, TCS માં ઘટાડા સાથે વેપાર થયો હતો. ઉપરાંત NSE પર સૌથી એક્ટીવ શેરોમાં HAL, કોચીન શિપયાર્ડ, અદાણી પોર્ટ્સ, HDFC બેંક અને ભારત ઈલેક્ટ્રોનિક્સ સામેલ હતા.