મુંબઈઃ કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ઉતાર -ચઢાવ સાથે સપાટ બંધ રહ્યું છે. BSE પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 76,456.59 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.05 ટકાના ઘટાડા સાથે 23,245.95 પર બંધ થયો.
આજના ટ્રેડિંગ દરમિયાન ONGC, L&T, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ અને મારુતી ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે, કોટક બેંક, ડિવિઝ લેબ્સ, ડો. રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ અને રીલાયન્સ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો હતો. સેક્ટરમાં બેન્ક, એફએમસીજી, હેલ્થકેર અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટીમાં 1-1 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
- ઈન્ડિગોના પ્રમોટર્સ બ્લોક ડીલ દ્વારા 2 ટકા હિસ્સો વેચી શકે છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો.
- IRB ઇન્ફ્રા 8 ટકા ઘટ્યો હતો, કારણ કે સિન્ટ્રા લગભગ 5 ટકા હિસ્સો વેચે તેવી શક્યતા છે.
- મોર્ગન સ્ટેનલીએ ટાટા કેમિકલ્સ પર નબળું વલણ જાળવી રાખ્યું હતું.
- જેફરીઝે ONGC પર તેની બાય રેટિંગનો પુનરોચ્ચાર કર્યો છે.
ઓપનિંગ માર્કેટ: વેપાર સપ્તાહના બીજા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 65 પોઈન્ટના ઘટાડા સાથે 76,425.05 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.05 ટકાના ઘટાડા સાથે 23,246.90 પર ખુલ્યો હતો.