ETV Bharat / business

Share Market Update : સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજી, BSE Sensex 72,050 ના મથાળે બંધ - NSE Nifty

ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી નોંધાઈ છે. બજારના મૂખ્ય સૂચકાંક આજે ગ્રીન ઝોનમાં હળવા સુધારા સાથે ખુલ્યા હતા. જોકે દિવસ દરમિયાન ભારે એક્શન જોવા મળ્યું હતું. જેમાં સતત ઉતાર ચઢાવ બાદ ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 227 અને 70 પોઈન્ટ વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજી
સતત ત્રીજા દિવસે શેરબજારમાં તેજી
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 15, 2024, 5:13 PM IST

મુંબઈ : આજે 15 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. દિવસ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવના અંતે BSE Sensex અને NSE Nifty અનુક્રમે 227 અને 70 પોઈન્ટ વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બજારમાં સૌથી વધુ તેજી ઓટો, PSU બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે બેંક, નાણાકીય સેવાઓ, FMCG અને ખાનગી બેંક સેક્ટરમાં વેચવાલી રહી હતી.

BSE Sensex : આજે 15 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 71,822 બંધની સામે 239 પોઈન્ટ વધીને 72,061 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતારચડાવ વચ્ચે સેનસેક્સ 72,164 પોઈન્ટની ડે હાઈ બનાવી અને 71,644 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 227 પોઈન્ટ વધીને 72,050 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ રહ્યો હતો. જે 0.32 ટકાનો વધારો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 70 પોઈન્ટના (0.32%) વધારા સાથે 21,910 ના મથાળે ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 66 પોઈન્ટના વધારા સાથે 21,906 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે NSE Nifty 21,953 પોઈન્ટની ડે હાઈ બનાવી તથા સતત વેચવાલીના પગલે ગગડીને 21,794 સુધી ડાઉન ગયો હતો.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં એમ એન્ડ એમ (7.08%), પાવર ગ્રીડ કોર્પો (2.90%), એનટીપીસી (2.81%), SBI (2.11%) અને HDFC બેંકનો (2.07%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એક્સિસ બેંક (-2.11%), આઇટીસી (-1.85%), એચયુએલ (-1.58%), નેસ્લે (-1.32%) અને સન ફાર્માનો (-0.79%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1389 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 747 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં એક્સિસ બેંક, એમ એન્ડ એમ, HDFC બેંક અને SBI સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Update : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, બેન્કિંગ-ફાર્મા સેક્ટરમાં દબાણ
  2. ED Action On Paytm : ED ના રડારમાં Paytm, ગેરરીતિની ઔપચારીક તપાસ શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.