મુંબઈ: આજે શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 300 આંકનો વધારો નિફ્ટી 22000ની ઊપર છે અને 72,600 ઊપર છે. સેન્સેક્સે 136 અંકો સુધી મજબૂત છે, જ્યારે નિફ્ટી 46,689.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
શેર્સની સ્થિતિ: બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, મારૂતિ સુઝુકી, અપોલો હોસ્પિટલ, ઓએનજીસી, હિડાલ્કો અને કોલ ઇન્ડિયાના શેર્સમાં 0.65 થી 1.53 ટકા સુધી વધારો નોંધાયો છે. જ્યારે યુપીએલ, ટાટા કંન્ઝ્યુમર, બ્રિટાનિયા, વિપ્રો, ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા અને એસબીઆઇ લાઇફના શેર્સમાં 0.15 થી 0.54 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે.
મિડકેપ શેર્સ: નિપ્પોન, હિંદ પેટ્રોલિયમ, ઑયલ ઇન્ડિયા, ડિલહેવરી અને જીએમઆર એરપોર્ટ્સમાં 2.05 થી 3.30 ટકા સુધી વધારો છે. જ્યારે સોલાર ઇન્ડસ્ટ્રીઝ, પીએન્ડજી, ક્રિસિલ, સીજી કંન્ઝ્યુમર અને ઇન્ડિયન બેંકના શેર્સમાં 0.68 થી 2.55 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સ્મૉલકેપ શેર્સ: ગ્રેવિટા ઇન્ડિયા, લક્ષ્મી મશિન, પોષાક, સ્નોમેન લોજીસ્ટિકસ અને વોકહાર્ટ 5.00-11,19 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એસ્ટર ડીએમ હેલ્થ, હેલ્થકેર ગ્લોબલ, જૈનસોલ એન્જીનિયરિંગસ, સીઇ ઇન્ફ્રો સિસ્ટમ અને વીએસટી ટિલર્સ 3.67-5.42 ટકા સુધી તૂટ્યા છે.