ETV Bharat / bharat

Calcutta High Court: કલકત્તા હાઈકોર્ટના બે ન્યાયધીશ વચ્ચે ટશન, સુપ્રીમ કોર્ટેમાં આજે સુનાવણી - કલકત્તા હાઈકોર્ટ

સુપ્રિમ કોર્ટે શુક્રવારે કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા આપવામાં આવેલા આદેશની સુઓમોટો પર સંજ્ઞાન લીધું છે. સિંગલ બેંચના આદેશમાં, પશ્ચિમ બંગાળની સરકારી મેડિકલ કોલેજોમાં MBBS ઉમેદવારોના પ્રવેશમાં કથિત અનિયમિતતા અંગે ડિવિઝન બેંચના આદેશને 'ગેરકાયદેસર' ગણાવ્યો હતો.

કલકત્તા હાઈકોર્ટમાં જ્જ વિરૂદ્ધ જજ
કલકત્તા હાઈકોર્ટમાં જ્જ વિરૂદ્ધ જજ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2024, 11:22 AM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય દ્વારા સાથી ન્યાયાધીશ સૌમેન સેન વિરુદ્ધ લગાવવામાં આવેલા 'ગેરવર્તણૂક'ના આરોપો પર સંજ્ઞાન લીધું છે. આ કેસની સુનાવણી આજે એટલે કે 27 જાન્યુઆરી (શનિવાર)ના રોજ રાખવામાં આવી છે. જસ્ટિસ ગંગોપાધ્યાયે જસ્ટિસ સૌમેન સેન પર રાજ્યમાં અમુક રાજકીય પક્ષ માટે કામ કરવાનો અને બંગાળમાં રાજકીય નેતાની તરફેણમાં અન્ય જજને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

શું છે સમગ્ર મામલો: આ સપ્તાહની શરૂઆતમાં જસ્ટિસ ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં એમબીબીએસ ઉમેદવારોના પ્રવેશમાં કથિત અનિયમિતતાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે અનામત વર્ગના ઉમેદવારો માટે પ્રમાણપત્રો જારી કરવાના ભ્રષ્ટાચારના મોટા ભાગની હજુ સુધી સીબીઆઈ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી નથી.

બંગાળ સરકારનું વલણ: જો કે, તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની બંગાળ સરકારે જસ્ટિસ સેનની ડિવિઝન બેંચને ખસેડી હતી, જેણે સિંગલ બેંચના આદેશ પર વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો હતો. બાદમાં જસ્ટિસ ગંગોપાધ્યાયે નિર્દેશ આપ્યો હતો કે ડિવિઝન બેન્ચના આદેશ છતાં સીબીઆઈ દ્વારા તપાસ ચાલુ રહેશે.

હાઈકોર્ટ થી સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો મામલો: જસ્ટિસ ગંગોપાધ્યાયે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ આદેશની નકલ તાત્કાલિક ભારતના મુખ્ય ન્યાયાધીશ અને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જસ્ટિસ સેન બંગાળમાં સત્તામાં રહેલા કેટલાક રાજકીય પક્ષને બચાવવા માટે અંગત હિતમાં કામ કરી રહ્યા છે.

જસ્ટિસ ગંગોપાધ્યાયના જસ્ટિસ સેન પર આરોપ: જસ્ટિસ ગંગોપાધ્યાયે કહ્યું કે જસ્ટિસ સેન સ્પષ્ટપણે આ રાજ્યમાં કોઈ રાજકીય પક્ષ માટે કામ કરી રહ્યા છે. તેથી રાજ્યને લગતા કેસોમાં નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા આદેશો પર ફરીથી ચકાસવાની જરૂર છે. તેમણે કહ્યું કે જસ્ટિસ સેને આજે જે કર્યું છે તે આ રાજ્યમાં સત્તામાં રહેલા કેટલાક રાજકીય પક્ષને બચાવવા માટે પોતાના અંગત સ્વાર્થને આગળ વધારવા માટે કર્યું છે. તેથી, તેમની ક્રિયાઓ સ્પષ્ટપણે ગેરવર્તણૂક સમાન છે.

તેમણે પોતાના આદેશમાં વધુમાં લખ્યું છે કે મને ખબર નથી કે ન્યાયાધીશ જસ્ટિસ સૌમેન સેન સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ (તારીખ)ની અવગણના કરીને અહીં બે વર્ષથી વધુ સમયથી ન્યાયાધીશ તરીકે કેવી રીતે સેવા આપી રહ્યા છે.

ભારતના મુખ્ય ન્યાયધીશને કરાવ્યા અવગત: જસ્ટિસ ગંગોપાધ્યાયે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જસ્ટિસ સૌમેન સેને ફોન કર્યો અને જસ્ટિસ અમૃતા સિન્હાને ટીએમસી નેતા અભિષેક બેનર્જી વિરુદ્ધ પ્રતિકૂળ આદેશો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે જસ્ટિસ સિન્હાએ રજાના સમયે ટેલિફોન પર જાણ કરી અને આ અંગેની સૂચના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ કરી હતી, અને તેઓએ બાદમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને પણ આ અંગેની જાણ કરી હતી.

  1. SC Seeks Central Govt Reply: રાજ્યોને ઉધાર આપવા મુદ્દે મર્યાદા નક્કી કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
  2. UNNAO RAPE CASE: દિલ્હી હાઈ કોર્ટે ઉન્નાવ રેપ કેસના આરોપીની સજા મોકુફીની માંગણી ફગાવી દીધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.