ETV Bharat / bharat

Supreme Court: IRR કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુને રાહત આપી, આંધ્ર પ્રદેશ સરકારની અરજી ફગાવી - આંધ્ર પ્રદેશ

આઈઆરઆર અલાઈમેન્ટ સ્કેમમાં આંધ્ર પ્રદેશ સરકારે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ અગાઉ જામીન વિરુદ્ધ અરજી કરી હતી. આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Supreme Court Andhra Pardesh Govt IRR Alignment Scam Chandrababu Naidu Plea Against Pre Arrest Bail

IRR કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ચંદ્રબાબુને રાહત આપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2024, 6:06 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અમરાવતી ઈનર રિંગ રોડ કૌભાંડમાં આંધ્ર પ્રદેશની અરજી ફગાવી દીધી છે. આંધ્ર પ્રદેશ સરકારે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ અગાઉ જામીનનો વિરોધ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જે સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા આંધ્ર પ્રદેશ સરકારને મોટો ઝાટકો લાગ્યો છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી. જેમાં 10મી જાન્યુઆરીના રોજ હાઈ કોર્ટે ચંદ્રબાબુ નાયડુને રાહત આપતા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

સંયુક્ત બેન્ચે જણાવ્યું કે, આ જ એફઆઈઆરથી ઉભા થયેલા સમગ્ર મામલે અન્ય આરોપીઓની અપીલને કોર્ટે ગત વર્ષે જ રદ કરી દીધી હતી. કોર્ટ દ્વારા આપવામાં આવેલા અગાઉના ચુકાદા પર સંયુક્ત બેન્ચ ફરીથી કોઈ વિચાર કરવા માંગતી નથી. ઈનર રિંગ રોડ કૌભાંડમાં જ્યારે ચંદ્રબાબુ નાયડુ મુખ્ય પ્રધાન હતા ત્યારે અનેક કંપનીઓને ગેરકાયદેસર ફાળવણી થઈ હોવાનો આરોપ છે. આ કૌભાંડ રાજધાની શહેર અમરાવતીના માસ્ટર પ્લાન, ઈનર રિંગ રોડના સંરેખણ અને પ્રારંભિક મૂડીના હેરફેર સંબંધે છે.

ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું કે, અમારુ ધ્યાન 7 નવેમ્બર 2022ના રોજ આપેલા ચુકાદા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે 2022ની એફઆઈઆરમાં એક અપીલ દરમિયાન આપવામાં આવ્યો હતો. આ સ્થિતિ જોતા અમે વિશેષ અનુમતિ યાચિકા(એસએલપી)માં નોટિસ જાહેર કરવા માંગતા નથી તેથી આ અરજી ફગાવવામાં આવે છે. સુનાવણી દરમિયાન નાયડુનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરા અને રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રંજીતકુમારે ચંદ્રબાબુ નાયડુ સંબંધી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સંયુક્ત બેન્ચે કહ્યું કે, જો એસએલપી પહેલા જ રદ થઈ ચૂકી હોય તો અમે શા માટે તેના પર ફરીથી વિચાર કરીએ ? સંયુક્ત બેન્ચે કહ્યું કે, આ વિવાદિત આદેશમાં કરવામાં આવેલ ટિપ્પણીઓ તપાસને અસર નહિ કરી શકે. તેમજ જો પ્રતિવાદી તપાસ એજન્સીઓને સાથ સહકાર નહિ આપે તો અરજદાર નીચલી કોર્ટમાં જામીન રદ કરવા માટે અરજી કરવા સ્વતંત્ર છે.

રાજ્ય સરકારની અરજીમાં હાઈ કોર્ટના ચુકાદાની માન્યતા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે માત્ર લઘુ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ નિષ્કર્ષ લાવવા પર સંપૂર્ણ રીતે ભૂલો કરવામાં આવી છે. જે રેકોર્ડથી વિપરીત છે. સરકારે કહ્યું કે, હાઈ કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ છે. જેની પરવાનગી આપવામાં ન આવવી જોઈએ. તેમજ આગોતરા જામીન આપવા માટે આધાર ત રીકે ધરપરડમાં વિલંબના મુદ્દે હાઈ કોર્ટનો તર્ક સંપૂર્ણ પણે ખોટો છે.

  1. SC On Chandrababu Plea: ચંદ્રબાબુ નાયડુની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે 'ના' પાડી
  2. SKILL DEVELOPMENT SCAM CASE : સુપ્રીમ કોર્ટે કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસને રદ કરવાની ચંદ્રાબાબુની અરજીને મોટી બેંચને સોંપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.