સાગર: રહલી વિધાનસભા હેઠળના શાહપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં દિવાલ ધરાશાયી થવાથી 9 બાળકોના મૃત્યુ થયાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે માટીનું શિવલિંગ બનાવવા માટે ઘણા બાળકો એકઠા થયા હતા. ત્યારબાદ માટીની દિવાલ ધરાશાયી થઈ અને તેની નીચે બાળકો દટાઈ ગયા. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોપાલ ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત બચાવ કાર્યમાં લાગ્યા હતાં. મૃતકો અને ઘાયલ બાળકોને સાગર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં સીએમ મોહન યાદવે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને બાળકોની પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકારે કરી સહાયની જાહેરાત
आज सागर जिले के शाहपुर में हुई अतिवृष्टि के कारण जर्जर मकान की दीवार गिरने से 9 मासूम बच्चों के काल कवलित होने की खबर सुनकर मन व्यथित है। घायल बच्चों के उचित इलाज के लिए जिला प्रशासन को निर्देशित किया है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) August 4, 2024
भगवान से करबद्ध प्रार्थना है कि दिवंगत बच्चों की आत्मा को शांति प्रदान…
કરૂણ ઘટનાને લઈને પોતાના 'X' એકાઉન્ટ પર ટ્વીટ કરતા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે લખ્યું કે, "આજે સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને દુઃખી છું. ઘાયલ બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃત બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના. હું અકસ્માતમાં ઘાયલ અન્ય બાળકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. માસૂમ બાળકોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
આજે, સાગર જિલ્લાના શાહપુરમાં ભારે વરસાદને કારણે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થવાથી 9 માસૂમ બાળકોના મોતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે.