હૈદરાબાદ: એકતાના એક હાર્દિક સંકેતના રુપમાં રામોજી ગ્રુપ, ઇનાડુ રિલીફ ફંડના માધ્યમથી આંધ્ર પ્રદેશ અને તેલંગણાના તેલુગુ રાજ્યોમાં આવેલ વિનાશકારી પુરથી પીડિત લોકોની સહાય માટે 5 કરોડ રુપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.
ઇનાડુ ચેરમેને લોકોને કરી અપીલ: ચેરુકુરી કિરણ, મેનેજિંગ ડિરેક્ટર, ઈનાડુએ જણાવ્યું હતું કે, "હાલમાં આવેલા અચાનક પૂરે મોટા પ્રમાણમાં તબાહી ફેલાવી છે. આપણા હજારો સાથી નાગરિકોના ઘર આજીવિકા અને તેમની સુરક્ષાના પાયાને વહાવી લઇ ગઇ છે. પ્રકૃતિની નિર્દય તાકાતની લીધે પૂરો સમાજ ડૂબી ગયો છે. પરિવારો વિસ્થાપિત થયા છે અને જીવનનો નાશ થયો છે. આ ભયંકર સમયમાં, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટેની પુકાર ગુંજાઈ રહી છે, ત્યારે એક સમુદાય તરીકે આપણી ફરજ છે કે આપણે એકસાથે થઇને જરૂરિયાતમંદોને મદદ કરીએ."
ઇનાડુ રાહત ફંડ લોકોના પુનર્વાસ માટે સમર્પિત: ચેરુકુરી કિરણે કહ્યું કે, "ઇનાડુ રાહત ફંડ અસરગ્રસ્ત લોકોના લાંબા ગાળાના પુનઃસ્થાપન માટે સમર્પિત છે, અમે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે, રાહત સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રો સુધી પહોંચે, જેથી ફક્ત સહાય જ ન મળે પરંતુ આ ખરાબ સમયમાં આશા પણ મળે.
લોકોને પૂરગ્રસ્ત પીડિતોને મદદની અપીલ: ઇનાડુ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ચેરુકુરી કિરણે જણાવ્યું કે, અમે દરેક વ્યક્તિ અને સંગઠન પાસે આ માનવીય પ્રયાસમાં અમારી સાથે હાથથી હાથ મિલાવવાની અપીલ કરીએ છીએ. ઇનાડુ રિલીફ ફંડમાં તમારુ ઉદાર યોગદાન જીવનને બહાલ કરવા, ઘરોના પુનર્નિમાણ અને લોકો માટે આશા ફરી જગાવવા માટે જેઓએ બધું ગુમાવ્યું છે તેમના માટે મૂર્ત તફાવત લાવી શકે છે.
તેઓએ કહ્યું કે, આવો આપણે આ મુશ્કેલના સમયે ભેગા મળીને પીડિત લોકોની સાથે ઉભા રહીએ અને તેમના સમ્માન અને આશાની સાથે તેમના જીવનને ફરી બનાવવા મદદ કરીએ.
યોગદાન નીચેના બેંક ખાતામાં મોકલી શકો છો:
ઈનાડુ રાહત ફંડ
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
સૈફાબાદ શાખા
SB એકાઉન્ટ નંબર 370602010006658
IFSC કોડ: UBIN0537063