રાયબરેલીઃ લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ સાંસદ રાહુલ ગાંધીએ પહેલીવાર રાયબરેલીની મુલાકાતે આવતા મંગલવાડા પહોંચ્યા હતી. લખનૌ એરપોર્ટ પરથી બહાર નીકળ્યા બાદ રાહુલ ગાંધી સૌથી પહેલા બછરાવનના ચુરવા બોર્ડર પર બજરંગબલીના મંદિરે પહોંચ્યા હતા. ચુરવા મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લીધા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીનો કાફલો ભૂએમઉ ગેસ્ટ હાઉસ જવા રવાના થયો હતો.
ભૂએમઉ ગેસ્ટ હાઉસમાં રાહુલ ગાંધી કાર્યકરો સાથે બેઠક કરશે, આ પહેલા એવી જાણકારી મળી હતી કે, રાહુલ ગાંધી અમેઠીના ફુરસતગંજ એરપોર્ટ પર ઉતરશે અને ભુએમઉ ગેસ્ટ હાઉસ પહોંચશે, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર કરીને રાહુલ ગાંધી ફુરસતગંજ એરપોર્ટને બદલે લખનૌ એરપોર્ટ પર ઉતર્યા અને સડક માર્ગથી રાયબરેલી જવા રવાના થયા હતા.
આ દરમિયાન ખબર આવી છે કે, સાંસદ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા રાયબરેલીમાં બે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.હિન્દુઓને હિંસક કહેવાથી નારાજ થયેલ લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે, આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, રાયબરેલીના હિંદુ મતદારોએ તમને એટલા માટે મત આપ્યા નથી કારણ કે, તમે તેમને હિંસક કહો છો.
રાયબરેલીની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન શહીદ અંશુમાન સિંહના પરિવારજનોને પણ મળશે. ભૂએમઉ ગેસ્ટ હાઉસના પોસ્ટરમાં રાહુલ ગાંધીને જનનાયક લખવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સાંજે 5:00 વાગ્યાથી રાયબરેલીમાં હશે. આ પછી દિલ્હી જવા રવાના થશે.