નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાદ વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજ રોજ એટલે કે, 8 જુલાઇએ મણિપુરમાં હિંસા પ્રભાવિત લોકોને મળવા જઈ રહ્યા છે. અને હાલ ત્યાં જવા માટે રવાના પણ થઈ ગયા છે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી રાહુલ ગાંધી સતત એવા લોકોને મળી રહ્યા છે જેઓ તંત્રની ઉદાસીનતાનો શિકાર છે. આ સાથે તેઓ PCC નેતાઓને પણ મળશે.
#WATCH | Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi arrives at Delhi airport.
— ANI (@ANI) July 8, 2024
Rahul Gandhi will visit relief camps in Manipur today and will also meet PCC leaders. pic.twitter.com/PnhWckPE6n
ગુજરાત અને હાથરસની લીધી હતી મુલાકાત: 5 જુલાઈના રોજ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં હાથરસ નાસભાગના પીડિતોને મળ્યા હતા અને રેલ્વે લોકોમોટિવ એન્જિન ડ્રાઈવરોની દુર્દશા વિશે સાંભળ્યું હતું. 6 જુલાઈના રોજ, તેમણે ગુજરાતમાં રાજકોટ અગ્નિકાંડ અને મોરબી બ્રિજ તૂટી પડતાં ભોગ બનેલા લોકો સાથે તેમજ કથિત ભાજપ સમર્થિત ગુંડાઓ દ્વારા હુમલો કરાયેલા પક્ષના કાર્યકરોને મળ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી.
60,000 લોકો વિસ્થાપિત થયા: આથી હવે તેમનો આગળનો સ્ટોપ ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુર છે. આ રાજ્ય વંશીય સંઘર્ષને કારણે છેલ્લા એક વર્ષથી સમાચારમાં છે. જેમાં વાત એમ છે કે, મણીપુરમાં બનેલ ઘટનામાં 221થી વધુ લોકોના મોત થાય હતા અને લગભગ 60,000 લોકો વિસ્થાપિત થયા છે, આથી તેમને રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી છે.
'રાહુલ ગાંધીની મુલાકાતથી લોકો ખુશ': આ સંદર્ભે AICCના મણિપુરના પ્રભારી ગિરીશ ચોડંકરે ETV ભારતને જણાવ્યું હતું કે, "ગયા વર્ષે રાજ્યની મુલાકાત લેનારા રાહુલ પ્રથમ રાષ્ટ્રીય નેતા હતા. તેમણે લોકોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. વડાપ્રધાન ક્યારેય ત્યાં ગયા ન હતા. મણિપુરની સ્થિતિ વણસી ગઈ હતી. હજુ પણ આ સામાન્ય નથી આને સુધારવાની જરૂર છે."
AICCના મણિપુરના પ્રભારી ગિરીશ ચોડંકરે જણાવ્યું હતું કે, "જ્યારે રાહુલે અહીંથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી, ત્યારે તેઓ રાજ્યને સંદેશ આપવા માંગતા હતા. લોકો અમારા સમર્થનમાં મોટી સંખ્યામાં આવ્યા અને અમને રાજ્યની બંને લોકસભા બેઠકો આપી."
આલ્ફ્રેડ આર્થરને બોલવાની તક ન આપી: પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં વિપક્ષના નેતા બન્યા પછી, રાહુલ ઈચ્છતા હતા કે કોંગ્રેસના બંને સાંસદોને ગૃહમાં બોલવાની તક મળે, પરંતુ તેમાંથી માત્ર એક બિમોલ અકોઈઝમને 1 જુલાઈએ બોલવાની તક મળી. ચોડંકરે કહ્યું હતું કે, "2 જુલાઈએ, અમે વિનંતી કરી હતી કે અમારા અન્ય સાંસદ આલ્ફ્રેડ આર્થરને પણ પીએમ મોદી સામે બોલવા માટે ઓછામાં ઓછી એક મિનિટ આપવામાં આવે, પરંતુ તેમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી."
પ્રદેશમાં હજુ પણ સામાન્ય સ્થિતિ નથી: મોડી રાત્રે ગૃહમાં તેમના પ્રથમ ભાષણમાં, અકોઈઝમે રાષ્ટ્રપતિના ભાષણમાં મણિપુર કટોકટીનો ઉલ્લેખ ન હોવા પર ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે, રાજ્યમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે, જ્યાં સશસ્ત્ર જૂથો એકબીજા સાથે લડી રહ્યા છે. મણિપુર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ ફઝુર રહીમના જણાવ્યા અનુસાર, ભાજપ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં શાસન કરી રહ્યું હોવા છતાં પ્રદેશમાં હજુ પણ સામાન્ય સ્થિતિ સ્થાપિત થઈ નથી.
સ્થાનિક લોકોને મળશે: રહીમે ETV ભારતને કહ્યું કે, "રાજ્યમાં કહેવાતી ડબલ એન્જિન સરકાર છે, પરંતુ સ્થિતિ સામાન્ય નથી. લગભગ 60,000 લોકો હજુ પણ રાહત શિબિરોમાં રહે છે. તેમને કેન્દ્ર તરફથી મદદની જરૂર છે અને તેઓ ઇચ્છે છે કે સ્થિતિ સામાન્ય થાય. ટૂંક સમયમાં." ન્યાય યાત્રા પછી, લોકો રાહુલ ગાંધીની મુલાકાતને લઈને ઉત્સાહિત છે.