ઉત્તર પ્રદેશ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે 14 મે, મંગળવારના રોજ ઝાંસી પહોંચ્યા છે. અહીં ઝાંસી લોકસભા બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રદીપ જૈનના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે આ બંને નેતા રાણી લક્ષ્મીબાઈ કિલ્લાની તળેટીમાં આયોજિત જનસભાને સંબોધિત કરશે.
-
INDIA गठबंधन की संयुक्त जनसभा - झांसी। https://t.co/kg8o47b2KJ
— Samajwadi Party (@samajwadiparty) May 14, 2024
ઝાંસીમાં ઈન્ડિયા ગઠબંધનની જાહેરસભા : ઝાંસી-લલિતપુર લોકસભા બેઠક સમગ્ર બુંદેલખંડની સૌથી મહત્વપૂર્ણ સીટ માનવામાં આવે છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ જૈન આદિત્ય 2009માં આ જ બેઠક પર જીત્યા અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવારના જનતા સાથેના જોડાણના કારણે ભાજપના ઉમેદવારની મુશ્કેલીઓ વધી છે. આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પાંચમી જનસભાને સંબોધિત કરી રહ્યા છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને સાંભળવા માટે લક્ષ્મીબાઈ કિલ્લામાં કાર્યકરોની ભીડ ઉમટી પડી છે.