ETV Bharat / bharat

Former CM Yediyurappa: કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા સામે POCSO કેસ, જાતીય સતામણીનો આરોપ - POCSO case against Yediyurappa

કર્ણાટકના પૂર્વ સીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. સગીરની માતાની ફરિયાદ પર પોલીસે યેદિયુરપ્પા સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 (POCSO)ની કલમ હેઠળ કેસ નોંધ્યો છે. આ સિવાય IPCની કલમ 354 (A) હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા સામે POCSO કેસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 11:37 AM IST

બેંગલુરુઃ કર્ણાટકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા વિરુદ્ધ POCSO કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર 17 વર્ષની છોકરીનું યૌન શોષણ કરવાનો આરોપ છે. સગીર બાળકીની માતાની ફરિયાદ પર પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાની માતાએ આરોપ લગાવ્યો છે કે 2 ફેબ્રુઆરીના રોજ એક મીટિંગ દરમિયાન 81 વર્ષીય યેદિયુરપ્પાએ તેની પુત્રીનું યૌન શોષણ કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર બીજેપી નેતા વિરુદ્ધ POCSO એક્ટની કલમ 8 અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે હજુ સુધી તેની કે તેના પરિવારના સભ્યો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

પીડિતાની માતાનો આરોપ: પીડિતાની માતાએ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કિશોરી પર કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે 2 ફેબ્રુઆરી, 2024ના રોજ એક કેસમાં ન્યાય મેળવવા યેદિયુરપ્પાના ઘરે ગઈ હતી, જ્યાં તેની પુત્રી પર બળાત્કાર થયો હતો. હાલ પોલીસ આ મામલે સત્યતાની તપાસ કરી રહી છે.

  1. Mamata Banerjee Head Injury: મમતાને કપાળ પર ઊંડો ઘા, ચાર ટાંકા આવ્યા... ડોક્ટરે કહ્યું- ધક્કો લાગવાને કારણે પડ્યા મમતા બેનર્જી
  2. Appointment Of EC: સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમાર ચૂંટણી કમિશનર બન્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.