ETV Bharat / bharat

આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM મોદી શ્રીનગરમાં કરશે યોગ, જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ - pm modi will do yoga in srinagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 10:30 PM IST

Updated : Jun 20, 2024, 6:14 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર શ્રીનગર જશે. 3જી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત કાશ્મીર જઈ રહ્યા છે. તેમની 2 દિવસની મુલાકાત માટે સમગ્ર ખીણને એક સુરક્ષિત કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. વાંચો ETV ભારતના સંવાદદાતા મીર ફરહતનો અહેવાલ...

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

શ્રીનગરઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર જઈ રહ્યા છે. 3જી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ કાશ્મીરની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમની મુલાકાત પહેલા, શહેરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મુખ્ય સ્થળ શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

દાલ સરોવરના કિનારે સ્થિત SKICC તરફ જતા તમામ રસ્તાઓ જાહેર વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. VVIP અને સુરક્ષા અધિકારીઓ સિવાય તેના પર કોઈપણ પ્રકારની અવરજવરને મંજૂરી નથી. SKICCને થોડા દિવસો પહેલા સુરક્ષા અધિકારીઓ દ્વારા એલર્ટ કરવામાં આવ્યું હતું અને હવે 21 જૂન સુધી તમામ પ્રવૃત્તિઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.

આ સ્થળને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના નિયંત્રણ હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યું છે. આ ગ્રુપ વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરે છે. જો કે પીએમઓએ વડાપ્રધાનની મુલાકાતનો કોઈ કાર્યક્રમ જાહેર કર્યો નથી, પરંતુ અધિકારીઓનું માનીએ તો વડાપ્રધાન 20 જૂને શ્રીનગર પહોંચશે અને 21 જૂનની સવારે યોગ દિવસમાં ભાગ લેશે.

વડાપ્રધાન 20 જૂને સાંજે SKICCના કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદને સંબોધિત કરશે. તેઓ 21મી જૂને સવારે યોગ દિવસની ઉજવણી કરશે. યોગ કાર્યક્રમનું આયોજન કરી રહેલી જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલે વડાપ્રધાનના યોગ કાર્યક્રમ માટે વ્યાપક તૈયારીઓ કરી છે.

લગભગ 3000 સહભાગીઓને તાલીમ આપવામાં આવી છે. જેઓ 21 જૂને યોગમાં ભાગ લેશે. વહીવટીતંત્રે 250 જેટલી જમ્મુ અને કાશ્મીર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (SRTC) બસો અને 100 સ્માર્ટ સિટી બસોને જાહેર માર્ગો પરથી પરત ખેંચી લીધી છે. સહભાગીઓ અને સુરક્ષા અધિકારીઓને સ્થળ પર લઈ જવા માટે આ બસોને તૈનાત કરી છે.

નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે સતત 3જી વખત પીએમ તરીકે ચૂંટાયા બાદ PMની શ્રીનગરની આ પ્રથમ મુલાકાત છે. ભાજપે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે કેન્દ્રીય પ્રધાન જી કે રેડ્ડીની પણ નિમણૂક કરી છે કારણ કે અહીં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી જમ્મુ અને કાશ્મીરમાં 2014માં યોજાઈ હતી જ્યારે ભાજપ પીડીપી સાથે ગઠબંધન સરકાર બનાવી. જે માત્ર ચાર વર્ષ ચાલી જ્યારે ભાજપ સરકારમાંથી બહાર નીકળી ગયો અને મહેબૂબા મુફ્તીનું સમર્થન પરત ખેંચી લીધું. 2018થી જમ્મુ અને કાશ્મીર રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે.

મોદીએ 7 માર્ચે સંસદીય ચૂંટણી પહેલા શ્રીનગરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ રેલીનો હેતુ સંસદીય ચૂંટણી પહેલા જમ્મુ અને કાશ્મીરમાં ભાજપને સમર્થન આપવાનો હતો. ભાજપે અનંતનાગ-રાજૌરીની ઓછામાં ઓછી એક સંસદીય બેઠક જીતવાની અપેક્ષા રાખી હતી, પરંતુ પક્ષના નેતૃત્વએ કાશ્મીર ખીણની ત્રણ બેઠકો પર કોઈ ઉમેદવાર ઊભા ન કરીને કાશ્મીર કાર્યકરોને નિરાશ કર્યા. ભાજપના સાથી પક્ષ, અપની પાર્ટીના બે ઉમેદવારો, અશરફ મીર અને ઝફર મન્હાસ, શ્રીનગર અને અનંતનાગ-રાજૌરીમાં તેમની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે, જ્યારે પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન, જેમને બારામુલ્લા સીટ પર અપની પાર્ટી દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો, જેલમાં બંધ સાંસદ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જમ્મુમાં જ્યાં ભાજપે ઉધમપુર અને જમ્મુની બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને જીતી હતી. જીતની ટકાવારી તેના હરીફ કોંગ્રેસ સામે માત્ર 2 ટકા હતી. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ માટે વોટ શેરમાં ઘટાડો એક મોટા આંચકા સમાન છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 21 જૂનના રોજ પીએમની મુલાકાત તેમના માટે રાજકીય મહત્વ ધરાવે છે કારણ કે બીજેપીએ કાશ્મીરની ત્રણ બેઠકો- બારામુલ્લા, શ્રીનગર અને અનંતનાગ-રાજૌરી પરથી ચૂંટણી લડી ન હતી તેથી ભાજપના કાર્યકરો અને નેતાઓ નિરાશા અનુભવી રહ્યા હતા.

પ્રધાનમંત્રીની શ્રીનગરની મુલાકાત જો કે યોગ દિવસ માટે છે. જે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કાર્યકરો માટે પ્રોત્સાહક છે. આ મુલાકાતથી ભાજપના કાર્યકરો અને નેતાઓનું મનોબળ વધશે તેમ ભાજપના એક નેતાએ ETV ભારતને જણાવ્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી રાજકીય પક્ષોએ હજુ સુધી પીએમની શ્રીનગર મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી નથી. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC), રાજીવ કુમારે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે J&Kની જનતાને ટૂંક સમયમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં તેમની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર મળશે. ભારતના ચૂંટણી પંચે પણ રાજકીય પક્ષોને ચૂંટણી ચિન્હો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

  1. કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીની પ્રથમ મુલાકાત પહેલા, શ્રીનગરને ડ્રોન ઓપરેશન્સ માટે 'અસ્થાયી રેડ ઝોન' જાહેર કરવામાં આવ્યું - PM MODI KASHMIR VISIT ON YOGA DAY
  2. ઓલપાડના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે યોગ પ્રોટોકોલ શિબિર યોજાઈ - International Yoga Day 2024

Last Updated : Jun 20, 2024, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.