ETV Bharat / bharat

'વન નેશન, વન ઈલેક્શન' NDA સરકારના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ લાગુ થશે. - ONE NATION ONE ELECTION

NDA સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ 'વન નેશન વન ઇલેક્શન' લાગુ કરશે. PM નરેન્દ્ર મોદીએ ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની હિમાયત કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... ONE NATION ONE ELECTION

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2024, 10:33 PM IST

નવી દિલ્હી: ભાજપની આગેવાની હેઠળની વર્તમાન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન જ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરશે. તેમજ સરકારને વિશ્વાસ છે કે, આ સુધારાને તમામ પક્ષોનું સમર્થન મળશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવા પર સત્તારૂઢ ગઠબંધનની અંદર એકતા બાકીના કાર્યકાળમાં પણ જળવાઈ રહેશે. સૂત્રએ જણાવ્યું કે, ચોક્કસપણે, આ કાર્યકાળ દરમિયાન તેનો અમલ કરવામાં આવશે. આ એક વાસ્તવિકતા હશે.

પીએમ મોદીએ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની જોરદાર હિમાયત કરી: તમને જણાવી દઈએ કે, ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની જોરદાર હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો સમાવેશ કર્યો હતો.

ત્રણેય સ્તરો માટે 2029થી ચૂંટણી કરાવવાની ભલામણ: આ સંદર્ભમાં, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આ વર્ષે માર્ચમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત કમિટીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવાની પણ ભલામણ કરી છે. આ સિવાય લો કમિશન સરકારને લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને નગરપાલિકાઓ અને પંચાયતો જેવી સ્થાનિક સંસ્થાઓના ત્રણેય સ્તરો માટે 2029થી એકસાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી શકે છે.

18 બંધારણીય સુધારાની ભલામણ: આ ઉપરાંત, તે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવની જોગવાઈ અથવા અનિશ્ચિત સમયગાળા માટે બહુમતી ન હોય તો એકતા સરકારની ભલામણ પણ કરી શકે છે. જો કે, કોવિંદ સમિતિએ એક સાથે ચૂંટણી યોજવા માટે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી. પરંતુ તેણે 18 બંધારણીય સુધારાની ભલામણ કરી, જેમાંથી મોટા ભાગનાને રાજ્યની વિધાનસભાની મંજૂરીની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો:

  1. એક કપ ચાનું બિલ 340 રૂપિયા, નેતાને આવ્યો પરસેવો, યાદ આવી મોંઘવારી - tea costs rs 340
  2. "વિપક્ષના નેતાએ મને વડાપ્રધાન પદની ઓફર કરી હતી, મારી પીએમ બનવાની કોઈ ઈચ્છા નથી"- નીતિન ગડકરી - Nitin Gadkari pm post

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.