નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં એક નર્સિંગની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. પીજીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે મૃતદેહને કબજે લઈને તેને પોસ્ટમોર્ટમ માટે લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલના શબઘરમાં સુરક્ષિત રાખ્યો છે. ઘટના અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતકની ઓળખ 22 વર્ષીય નિકિતા તરીકે થઈ છે. નિકિતા મૂળ મધ્યપ્રદેશની હતી. નિકિતા દિલ્હીમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને ન્યૂ અશોક નગર વિસ્તારમાં પીજીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.
A 22-year-old nursing student allegedly died by suicide in East Delhi's New Ashok Nagar area. On 18th August, a PCR call was received that a girl was lying unconscious in her room and the room was locked from inside. Police and Fire department teams pushed the door open. The girl…
— ANI (@ANI) August 19, 2024
સોમવારે સાંજે પીજી રૂમમાંથી 22 વર્ષીય નિકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નિકિતાએ ઈન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને નિકિતાના મૃત્યુ અંગે પરિવારને જાણ કરવામાં આવી છે. ક્રાઈમ ટીમ અને ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પીજીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. પીજીમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક વિદ્યાર્થિની બંધ રૂમમાં બેભાન અવસ્થામાં પડી હતી. મહામહેનતે દરવાજો ખોલવા પર, જાણવા મળ્યું કે વિદ્યાર્થિનીના હાથમાં કેન્યુલા હતી અને છતના પંખા સાથે બે ડ્રિપ લટકતી હતી. સેન્ટ્રલાઈઝ્ડ એક્સિડન્ટ એન્ડ ટ્રોમા સર્વિસિસ (CATS) મેડિકલના સ્ટાફે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. મૃતદેહને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પોલીસે મૃતક વિદ્યાર્થિનીનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે અને તેના પરિવારને જાણ કરવામાં આવી છે અને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.