નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ) NEET UG 2024માં કથિત અનિયમિતતાઓ અને ફરીથી પરીક્ષાની જે માંગ વધી રહી છે આજે તેના પર ફરીથી સુનાવણી શરૂ કરશે. 8 જુલાઈના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર અને એનટીએ દ્વારા ગેરરીતિના લાભાર્થી વિદ્યાર્થીઓની ઓળખ કરવા માટે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી વિશે પૂછ્યું હતું. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને NTAને 10 જુલાઈ (સાંજે 5 વાગ્યા) સુધીમાં સોગંદનામું સબમિટ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પુનઃ પરીક્ષાની માંગનો જોરદાર વિરોધ: તમને જણાવી દઈએ કે, આજની સુનવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે કોર્ટમાં એક નવું સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં પુનઃ પરીક્ષાની માંગનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, IIT-મદ્રાસ દ્વારા એક વ્યાપક અહેવાલ પસંદગીના કેન્દ્રો પર વ્યાપક ગેરરીતિઓ અથવા ઉમેદવારોને ગેરકાનૂની લાભો પૂરા પાડવાના આરોપોને રદિયો આપે છે.
પરીક્ષાની પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે: CJI ચંદ્રચુડે પેપર લીકના આરોપો પર 5 મેના રોજ યોજાનારી NEET UG પરીક્ષાને રદ કરવાની માંગણી અને વિરોધ કરનારાઓની અરજીઓને ધ્યાનમાં રાખીને સુનાવણી કરી હતી તે સમયે તેમણે જણાવ્યું હતું કે, હકીકત એ છે કે પરીક્ષાની પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે, અને સમાધાન થઈ રહ્યું છે કરવામાં આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે ઉલ્લંઘન કેટલું વ્યાપક છે તે જાણવું જરૂરી છે.
ચંદ્રચુડે વધુમાં જણાવતા કહ્યું કે, જો અમે ખોટા કામ કરનારા ઉમેદવારોને ઓળખી શકતા નથી, તેથી ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડશે.
બેન્ચની પરીક્ષા રદ કરવા બદલ દિલગીરી: CJI ની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, જ્યાં સુધી સરકાર અને તેની એજન્સીઓ આ મામલે કોઈ નક્કર પુરાવા ન આપે ત્યાં સુધી એ માનવું ખોટું હશે કે તમામ 23 લાખ વિદ્યાર્થીઓ અથવા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ આ છેતરપિંડીમાં સામેલ હતા. CJIએ વધુમાં જણાવતા કહ્યું કે, જ્યાં સુધી આપણે જાણીએ છીએ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રમાણિક હોઈ શકે છે. જો કે, બેન્ચે પરીક્ષા રદ કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.