ETV Bharat / bharat

માયાવતીની માયા ન ચાલી : પાણીમાં બેસી ગઈ બસપા, ધરખમ પરિવર્તનના મુખ્ય પરિબળો... - Lok Sabha Election Result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

ઉત્તર પ્રદેશમાં ઘણી વખત સત્તામાં રહેલી બહુજન સમાજ પાર્ટી આજે 1989ના તેના પ્રારંભિક ચૂંટણી વર્ષ કરતાં વધુ ખરાબ તબક્કામાં પાછી આવી છે. 2024 લોકસભા ચૂંટણીમાં બસપા ઉત્તરપ્રદેશની એકપણ સીટ જીતી શકી નથી. જુઓ આ ધરખમ પરિવર્તનના મુખ્ય પરિબળો...

માયાવતીની માયા ન ચાલી : પાણીમાં બેસી ગઈ બસપા
માયાવતીની માયા ન ચાલી : પાણીમાં બેસી ગઈ બસપા (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 5, 2024, 7:09 PM IST

લખનઉ : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવી ગયા છે. દેશભરના મોટાભાગના રાજ્યોમાં NDA અને INDIA ગઠબંધન વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી હતી. કોઈપણ રાજ્યમાં ત્રિકોણીય સંઘર્ષ જોવા મળ્યો ન હતો. ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામો પણ એવા જ હતા. નગીના (અનામત) સીટને બાદ કરતાં 79 સીટ પર NDA અને INDIA વચ્ચે સીધો મુકાબલો છે.

BSP નું સૌથી વધુ નુકસાન : જોકે ઉત્તરપ્રદેશમાં બસપાને સૌથી વધુ નુકસાન થયું છે. જે ગત વખતની 10 બેઠકોની સરખામણીએ આ વખતે શૂન્ય પર પહોંચી છે. બસપા સુપ્રીમો માયાવતી લોકોના મૂડને સમજી શક્યા નથી અને કોઈ છાવણીમાં એકલા હાથે લડવાનું જોખમ લીધું, જે સદંતર નિષ્ફળ સાબિત થયું હતું. આવું 1989 પછી પહેલીવાર બન્યું જ્યારે BSP ને 9 ટકા જેટલા વોટ મળ્યા છે.

બસપાનો સૌથી ખરાબ સમય ? બહુજન સમાજ પાર્ટીએ વર્ષ 1989માં પ્રથમ ચૂંટણી લડી હતી. બહુજન સમાજ પાર્ટીને બે સીટ મળી હતી અને 9.90 ટકા વોટ મળ્યા હતા. હવે 2024માં આ પાર્ટીની સ્થિતિ એવી છે કે લોકસભા ચૂંટણીમાં ખાતું પણ ખોલ્યું નથી અને વોટ ટકાવારી પણ ઘટીને 9.15% થઈ ગઈ છે. બસપા અત્યાર સુધીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 79 બેઠકો પર ચૂંટણી લડી હતી. તે સીટ જીતવી તો દૂર, એક પણ સીટ પર બીજા નંબર પર પણ આવી શકી નથી.

BSP ની સૌથી મોટી ભૂલ : બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી પાર્ટીમાં સર્વમાન્ય નેતા છે. તેઓ જે કહે છે પાર્ટીમાં તે થાય છે તથા નેતાઓ અને કાર્યકરોએ તેમણે બનાવેલી રણનીતિને અનુસરે છે. 2024 લોકસભા ચૂંટણીમાં તમામ પક્ષો ગઠબંધન કરીને લડી રહ્યા હતા, તેવા સમયે પોતાના બળ પર ચૂંટણી લડવાનો BSP નો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે. આ જ કારણ હતું કે 2019માં સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને 10 બેઠકો જીતનાર બસપાનો 2024માં અંત આવ્યો, એક પણ સીટ ન આવી.

બસપાની બીજી ભૂલ : બીજું મોટું કારણ એ છે કે BSP વડાએ તેમના ભત્રીજા આકાશ આનંદને લોકસભા ચૂંટણીમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના ભાષણ ઘણા લોકોને આકર્ષિત કરી રહ્યા હતા. યુવાનોએ આકાશ સાથે જોડાણ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે આકાશ સતત યુવાનોના મુદ્દા ઉઠાવતો હતો. પરંતુ તેણે ઉત્સાહમાં એવું નિવેદન આપ્યું કે, તેને પદ પરથી હટાવવામાં આવ્યો, એટલું જ નહીં તેને પ્રચારમાંથી પણ દૂર કરવામાં આવ્યો. આનાથી સ્પષ્ટ સંદેશ ગયો કે બસપા ભાજપની બી ટીમ બની ગઈ છે. આનાથી તેમના મુખ્ય મતદારોને ખોટો સંદેશો ગયો અને બસપાની પોતાની વોટબેંક પણ વેરવિખેર થઈ ગઈ.

આકાશ આનંદનો જાદુ ચાલ્યો : પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે આકાશના જાદુએ પ્રથમ ત્રણ તબક્કાઓ માટે કામ કર્યું હતું. આકાશ આનંદે ચૂંટણીના ત્રણ તબક્કામાં લગભગ 25 બેઠક પર પ્રચાર કર્યો અને લોકો તેમની પ્રચારની શૈલીથી ખૂબ પ્રભાવિત થયા. આકાશ આનંદ મુખ્ય મતદારોને પક્ષ સાથે રાખવામાં અને સામાન્ય જનતાને પણ બસપા તરફ આકર્ષવામાં સફળ રહ્યા હતા. આકાશ આનંદે જે બેઠકો પર રેલીઓ અને જાહેર સભાઓ કરી હતી, ત્યાં મત ટકાવારી પણ સારી રહી છે. દોઢ ડઝનથી વધુ બેઠકો પર 50 હજારથી વધુ અને અડધો ડઝન બેઠકો પર એક લાખથી વધુ મત મેળવવામાં ઉમેદવારો સફળ રહ્યા હતા.

પરિણામ પર પ્રચારની અસર : જો આપણે લોકસભા ચૂંટણીના પરિણામો પર આકાશના પ્રચારની અસર વિશે વાત કરીએ, તો તેમાંથી 19 બેઠકો (73%) એવી છે કે જેના પર BSP ઉમેદવારોને 50,000 થી વધુ મત મળ્યા છે. છ બેઠકો (23%) પરના ઉમેદવારોને એક લાખથી વધુ મત મળ્યા છે. ત્યારબાદના ચાર તબક્કામાં કુલ 64 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 25 (39%) બેઠકો પર 50,000 થી વધુ મતો મળ્યા અને માત્ર 11 (17%) બેઠકો પર એક લાખથી વધુ મતો મળ્યા હતા.

બસપાની વોટબેંક વિખેરાઈ : આ ચૂંટણીમાં BSP ના કેડર વોટ પણ ઈન્ડીયા ગઠબંધન તરફ વળ્યા હતા. આ જ કારણ હતું કે ગત લોકસભા ચૂંટણીમાં 19.43 ટકા વોટ મેળવનાર બસપા આ વખતે માત્ર 9.40 ટકા વોટ સાથે રહી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં 20% દલિત મતદારો છે. જેમાંથી સૌથી વધુ 70% જાટવ મતદારો છે, પાર્ટીને માત્ર 9.15% મત મળ્યા છે. જેના પરથી સ્પષ્ટ થયું કે પક્ષના પરંપરાગત મતદાર પણ સરકી જવા લાગ્યા છે. ઈન્ડીયા ગઠબંધનના ઉમેદવારોને ઘણી બેઠક પર જીત અપાવવામાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

  1. હરિયાણાનો એવો જિલ્લો જ્યાંથી ચૂંટાયા ત્રણ સાંસદો, જાણો ક્યાં અટકી છે ભાજપ, કોંગ્રેસને કેટલો ફાયદો?
  2. આ છે લોકસભા ચૂંટણી 2024ના સૌથી યુવા વિજેતા, સંસદમાં કરશે લાખો લોકોનું પ્રતિનિધિત્વ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.