ETV Bharat / bharat

નીતિ આયોગની બેઠક અધવચ્ચે જ છોડીને ચાલ્યા મમતા, કહ્યું- બોલવાથી રોકી, માઈક બંધ કર્યું - NITI Aayog meeting 2024 - NITI AAYOG MEETING 2024

નવી દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં આજે નીતિ આયોગની બેઠક મળી રહી હતી. ઈન્ડિયા બ્લોકના બહિષ્કાર વચ્ચે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આ બેઠકમા ઉપસ્થિત રહ્યાં હતા. જોકે, બેઠકને અધવચ્ચે છોડીને તેઓ જતાં રહેતા તેઓ ચર્ચામાં આવ્યાં છે. Mamata Banerjee walks out of NITI Aayog meeting

નીતિ આયોગની બેઠક
નીતિ આયોગની બેઠક (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 2:08 PM IST

નવી દિલ્હીઃ આજે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય મોટા નેતાઓ પહોંચ્યા, આ બેઠકનો હેતું 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ શુક્રવારે મોડી રાત્રે જ રાષ્ટ્રીય રાજધાની પહોંચી ગયાં હતાં.

મમતા અધવચ્ચે બેઠક છોડીને ચાલ્યા: દિલ્હીમાં નીતિ આયોગની બેઠક પર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું, 'મેં કહ્યું હતું કે તમે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરો. હું બોલવા માંગતી હતી પરંતુ મને માત્ર 5 મિનિટ બોલવા દેવામાં આવી. લોકોએ મારી સાથે 10-20 મિનિટ વાત કરી. વિપક્ષનો હું એકમાત્ર સભ્ય હતો જેણે ભાગ લીધો હતો પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવ્યો ન હતો. આ અપમાનજનક છે.'

અગાઉ, મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ 27 જુલાઈએ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં બંગાળ સાથે કરવામાં આવેલા રાજકીય ભેદભાવનો વિરોધ કરશે. તેણીએ કહ્યું, 'હું નીતિ આયોગની બેઠકમાં બંગાળ સાથે થઈ રહેલા રાજકીય ભેદભાવનો વિરોધ કરીશ. બજેટમાં બંગાળ અને અન્ય વિપક્ષી રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે અને અમે આ સાથે સહમત નથી થઈ શકતા.

સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ ઉઠાવ્યા પ્રશ્નો: સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ પ્લાનિંગ કમિશનના વિસર્જનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે ટિપ્પણી કરતાં, તેમણે ઓડિશાના ભુવનેશ્વરમાં કહ્યું, 'સૌપ્રથમ વડાપ્રધાને જણાવવું જોઈએ કે શા માટે આયોજન પંચનું વિસર્જન કરવામાં આવ્યું. જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે તેઓએ સૌથી પહેલું કામ આયોજન પંચને વિસર્જન કરવાનું હતું. તેમણે નીતિ આયોગની રચના કરી. નીતિ આયોગનું કામ શું છે? તેઓ કઈ નીતિઓ નક્કી કરવા જઈ રહ્યા છે? તેઓ સરકારને શું ભલામણો કરવા જઈ રહ્યા છે? જ્યાં સુધી હું જાણું છું, નીતિ આયોગ તમામ જાહેર ક્ષેત્રોના ખાનગીકરણની દરખાસ્ત કરી રહ્યું છે. આ કારણે ઘણા મુખ્યમંત્રીઓએ જેન્યુઈન મુદ્દા ઉઠાવ્યા છે.

આ મુખ્ય પ્રધાનોએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો: તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને ઝારખંડના મુખ્ય પ્રધાનોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે. ઈન્ડિયા એલાયન્સના નેતાઓએ નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. આ માટે તેમણે બજેટ ફાળવણીનો ઉલ્લેખ કર્યો હતો. આ નેતાઓએ બજેટ ફાળવણી અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

  1. આજે નીતિ આયોગની બેઠક, INDIA ગઠબંધનના મુખ્યમંત્રીઓએ કર્યો બહિષ્કાર... - NITI Aayog meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.