દિલ્હી: કોંગ્રેસે ગોવા, મધ્યપ્રદેશ અને દાદરા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં 6 ઉમેદવારોના નામ છે. જેમાં મધ્યપ્રદેશ માટે ત્રણ, ગોવા માટે બે અને દાદરા માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે મધ્યપ્રદેશના મુરેનાથી સત્યપાલ સિંહ સિકરવાર (નીતુ), ગ્વાલિયરથી પ્રવીણ પાઠક અને ખંડવાથી નરેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે. રમાકાંત ખલાપને ઉત્તર ગોવાની બેઠક પરથી અને કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને દક્ષિણ ગોવાની બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અજીત રામજીભાઈ મહાલા દાદરા અને નગર હવેલી (ST) બેઠક પરથી ચૂંટણી લડશે.